________________
૪૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧૯ અવતરણિકાર્ય :
આ પ્રકારે પૂર્વમાં કહ્યું એ પ્રકારે, યોગના સ્વરૂપને, ભેદને અને સંક્ષેપથી ઉપાયને કહીને યોગના અભ્યાસના પ્રદર્શન દ્વારા વિસ્તારથી ઉપાયને યોગના ઉપાયને, કહેવા માટે પ્રારંભ કરે છે – ભાવાર્થ :
પૂર્વમાં સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાતસમાધિરૂપ બે પ્રકારે યોગનું સ્વરૂપ બતાવ્યું અને સંપ્રજ્ઞાતસમાધિમાં સાનંદસમાધિ બતાવી તેમાં યોગીઓ દેહ પ્રત્યેના અહંકાર વગરના હોય છે, તેથી તે યોગીઓને વિદેહ કહેવાય છે અને સાસ્મિતસમાધિમાં પ્રકૃતિમાં લય પામેલા યોગીઓ હોય છે. આ વિદેહ અને પ્રકૃતિલય યોગીઓને યોગની પ્રાપ્તિ પ્રત્યે ભવ=સંસાર કારણ છે, તેથી તેઓને ભવપ્રત્યય સમાધિ છે તે બતાવે છે – સૂત્રઃ
भवप्रत्ययो विदेहप्रकतिलयानाम् ॥१-१९॥
સૂત્રાર્થ :
વિદેહ અને પ્રકૃતિલયોને ભવપ્રત્યય સમાધિ છે. ll૧-૧૯ll ટીકા :
'भवेति'-विदेहाः प्रकृतिलयाश्च वितर्कादिभूमिकासूत्रे व्याख्याताः, तेषां समाधिर्भवप्रत्ययः, भवः संसारः स एव प्रत्ययः कारणं यस्य स भवप्रत्ययः । अयमर्थः-आविर्भूत एव संसारे ते तथाविधसमाधिभाजो भवन्ति, तेषां परतत्त्वादर्शनाद्योगाभासोऽयम्, अतः परतत्त्वज्ञाने तद्भावनायां च मुक्तिकामेन महान् यत्नो विधेय इत्येतदर्थमुपदिष्टम् ॥१-१९॥ ટીકાર્ય :
વિદા: ૩પવિષ્ટ II વિદેહદેહમાં, અહંકાર વગરના અને પ્રકૃતિલય પ્રકૃતિમાં લય પામેલા, વિતર્કટિભૂમિકસૂત્રમાં સૂત્ર ૧-૧૭માં વ્યાખ્યાન કરાયા, તેઓને વિદેહવાળા અને પ્રકૃતિમાં લય પામેલા જીવોને, ભવપ્રત્યય સમાધિ છે. ભવ-સંસાર તે જ પ્રત્યય ભવ જ કારણ છે જેને તે ભવપ્રત્યય.
આ અર્થ છે સૂત્રનો આ અર્થ છે – આવિર્ભત જ સંસાર હોતે છતે તેઓ વિદેહ અને પ્રકૃતિલય જીવો, તેવા પ્રકારની સમાધિવાળા થાય છે દેહમાં અહંકાર વગરના અને પ્રકૃતિમાં લય પામેલા એવા પ્રકારની સમાધિવાળા થાય છે. તેઓને વિદેહને અને પ્રકૃતિલયોને, પરતત્ત્વનું અદર્શન હોવાથી આ યોગાભાસ છે તેઓને આ સમાધિ યોગ નથી પરંતુ યોગાભાસ છે. આથી જ પરતત્વના જ્ઞાનમાં અને તેની ભાવનામાં=પરતત્ત્વના સ્વરૂપની ભાવનમાં, મુક્તિની કામનાવાળા પુરુષે મહાયત્ન કરવો જોઈએ એ પ્રકારના આ અર્થને બતાવવા માટે પ્રસ્તુત સૂત્ર ૧-૧૯ ઉપદિષ્ટ=કહેવાયેલું છે. ll૧-૧૯II