________________
૫૧
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૦-૨૧
ત્યાં=સંપ્રજ્ઞાતસમાધિવિષયક ઉદ્યમની પ્રવૃત્તિમાં, શ્રદ્ધાવાના યોગીઓને વીર્ય ઉત્પન્ન થાય છે યોગવિષયક ઉત્સાહવાળા થાય છે અને સોત્સાહવાળા એવા તે યોગીને પાશ્ચાત્ય ભૂમિમાં સ્મૃતિ ઉત્પન્ન થાય છે પૂર્વમાં જે યોગનું સેવન કર્યું તેના વિષયમાં સ્મૃતિ થાય છે, અને તેના સ્મરણથી પૂર્વમાં સેવાયેલા યોગમાર્ગના ભાવોના સ્મરણથી, ચિત્તમાં સમાધિ થાય છે, અને સમાહિતચિત્તવાળા એવા તે યોગી ભાવ્યને સમ્યમ્ વિવેકથી જાણે છે તેઓ=ઉપરમાં વર્ણન કર્યું તે શ્રદ્ધાદિ, સંપ્રજ્ઞાતસમાધિના ઉપાયો છે, તેના અભ્યાસથી સંપ્રજ્ઞાતસમાધિના ઉપાયોના સેવનથી ઉત્પન્ન થયેલ સંપ્રજ્ઞાતસમાધિના અભ્યાસથી, અને પરવૈરાગ્યથી અસંપ્રજ્ઞાતસમાધિ થાય છે. ll૧-૨૦ણી. ભાવાર્થ : વિદેહ અને પ્રકૃતિલય સિવાયના યોગીઓને શ્રદ્ધાદિ પાંચમાં યત્નથી સંપ્રજ્ઞાતસમાધિની પ્રાપ્તિ
વિદેહ અને પ્રકૃતિલયવાળા યોગીઓને ભવપ્રત્યય સંપ્રજ્ઞાતસમાધિ હોય છે અને તેનાથી અન્ય યોગીઓને શ્રદ્ધાદિ પાંચમાં કરાયેલા યત્નથી સંપ્રજ્ઞાતસમાધિ પ્રાપ્ત થાય છે, તેથી જે યોગીઓને સ્પષ્ટ નિર્ણય છે કે, આ યોગમાર્ગનું સેવન કરીને હું સંસારથી નિસ્તારને પામીશ તેઓને યોગમાર્ગવિષયક ચિત્તમાં પ્રીતિ વર્તે છે, અને તે પ્રીતિને કારણે તેઓને ઉત્સાહપૂર્વક યોગમાર્ગ સેવવાનો બદ્ધપરિણામ થાય છે અને તેવા યોગીઓ યોગમાર્ગમાં કઈ રીતે ઉચિત યત્ન કરવો જોઈએ તેનો સમ્યમ્ બોધ કરીને સ્વશક્તિને ગોપવ્યા વગર અત્યંત ઉત્સાહથી યત્ન કરે છે અને તેનાથી તેઓના આત્મા ભાવિત બને છે અને તે ભાવો દઢ સંસ્કારવાળા થવાથી તે ભાવોની ઉત્તરમાં સ્મૃતિ થાય છે અને ઉત્તરમાં તે ભાવોના સ્મરણના કારણે ચિત્ત અત્યંત શાંતરસને પ્રાપ્ત કરે છે, તેથી તેઓમાં સમાધિ વર્તે છે તેથી પોતાના યોગમાર્ગના પ્રયત્નવિષયક એકાગ્રતાપૂર્વક યત્નને કારણે પ્રજ્ઞાતવ્યનો= પ્રકર્ષથી જાણવા યોગ્યનો, વિવેક પ્રગટે છે અર્થાત્ યોગમાર્ગની પ્રવૃત્તિથી જે સૂક્ષ્મભાવો પોતાના આત્મામાં પ્રગટ કરવાના છે તે ભાવો વિષયક મર્મસ્પર્શી સૂક્ષ્મ પ્રજ્ઞા પ્રગટે છે, તેથી તે મહાત્માને સંપ્રજ્ઞાતસમાધિ પ્રાપ્ત છે અને જે મહાત્મા આ રીતે સંપ્રજ્ઞાતસમાધિમાં અભ્યાસ કરે છે અને તેના કારણે ગુણો પ્રત્યે પણ વૈતૃણ્યરૂપ પ્રકૃષ્ટ વૈરાગ્ય પ્રગટ થાય છે તેનાથી અસંપ્રજ્ઞાતસમાધિ પ્રગટે છે. અર્થાત્ જૈનદર્શનાનુસાર કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. ll૧-૨૦II અવતરણિકા :
उक्तोपायवतां योगिनामुपायभेदाढ़ेदानाह - અવતરણિકાર્ય :
કહેવાયેલા ઉપાયવાળા=સૂત્ર ૧-૨૦માં કહેવાયેલા શ્રદ્ધાદિ ઉપાયવાળા, યોગીઓના ઉપાયના ભેદથી ભેદોને યોગીઓના ભેદોને, કહે છેસૂત્ર ૧-૨૦માં સંપ્રજ્ઞાતસમાધિવાના યોગીઓ કેવા હોય છે તેનું સ્વરૂપ બતાવ્યું, હવે તેના ઉપાયોને સેવનારા સંપ્રજ્ઞાતસમાધિવાના યોગીઓના યોગમાર્ગના ઉપાયના સેવનના ભેદથી પ્રાપ્ત થતાં યોગીઓના ભેદોને કહે છે –