________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર ૧૭-૧૮ની ઉપા. મ.સા.ની ટિપ્પણી મોહનીયના બંધના વ્યવચ્છેદથી પ્રાપ્ત થાય છે, તેથી તે તે ગુણસ્થાનકમાં તે તે પ્રકારની વૃત્તિનો ક્ષય થાય છે.
४७
જૈનદર્શનની માન્યતાનુસાર શુક્લધ્યાનના પ્રથમ બે ભેદોમાં સંપ્રજ્ઞાતસમાધિનો અવતાર : વળી જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે પૃથવિતર્કસવિચાર અને એકત્વવિતર્કઅવિચાર નામના શુક્લધ્યાનના બે ભેદોમાં સંપ્રજ્ઞાતસમાધિ વર્તે છે.
અહીં પ્રશ્ન થાય કે, શુક્લધ્યાનકાળમાં વર્તતા ઉપયોગને સમાધિ કેમ કહી શકાય ? તેથી કહે
આત્માની વૃત્તિનું અને દ્વીપ-સમુદ્રાદિ પદાર્થોનું સમ્યજ્ઞાન છે, તેથી શુક્લધ્યાનના બે ભેદોમાં સંપ્રજ્ઞાતસમાધિ છે.
આશય એ છે કે, પ્રાતિભજ્ઞાનથી શ્રેણિનો પ્રારંભ થાય છે અને શ્રેણિકાળમાં સંસારના કારણીભૂત એવી આત્માની વૃત્તિઓ અને ચૌદરાજલોકવર્તી પદાર્થોનું સમ્યજ્ઞાન પ્રગટ થાય છે; કેમ કે મતિઆદિ ચાર જ્ઞાનના પ્રકર્ષના ઉત્તરભાવી એવું પ્રાતિભજ્ઞાન છે, તેથી મોહની વૃત્તિઓનું અને બાહ્ય પદાર્થોનું સમ્યજ્ઞાન વર્તે છે જેના બળથી મહાત્મા મોહનો નાશ કરે છે.
પાતંજલદર્શનકારે કહેલ સંપ્રજ્ઞાતસમાધિના ચાર ભેદો પર્યાયરહિત શુદ્ધ દ્રવ્યના ધ્યાનમાં વર્તતા યોગીમાં સંગત :
સંપ્રજ્ઞાતસમાધિનો અને અસંપ્રજ્ઞાતસમાધિનો વૃત્તિસંક્ષયરૂપ યોગમાં અવતાર બતાવ્યા પછી સંપ્રજ્ઞાતસમાધિ શુક્લધ્યાનના પ્રથમ બે ભેદસ્વરૂપ છે તેમ બતાવ્યું. હવે પાતંજલદર્શનકાર સવિતર્કસમાધિ અને ઉત્તરભૂમિકામાં નિર્વિતર્કસમાધિ સ્વીકારે છે અને સવિચારસમાધિ અને ઉત્તરભૂમિકામાં નિર્વિચારસમાધિ સ્વીકારે છે. ત્યારપછી આનંદ અને અસ્મિતાસમાધિ સ્વીકારે છે. તે કઈ અપેક્ષાએ સંગત થાય છે તે બતાવે છે
-
જ્યારે યોગીઓ પર્યાયને છોડીને શુદ્ધદ્રવ્યના ધ્યાનમાં વર્તે છે ત્યારે નિર્વિર્તક, વિચાર, આનંદ અને સાસ્મિતસમાધિ વર્તે છે એ પ્રમાણે વ્યાખ્યાન કરવું.
શુદ્ધદ્રવ્યના ધ્યાનને બતાવનારા નયનું આલંબન લઈને શાસ્ત્રમાં કહેવાયું છે.
શુદ્ધદ્રવ્યના ધ્યાનમાં અરિત શું છે ? આનંદ શું છે ? અર્થાત્ તે વખતે અરિત પણ નથી અને આનંદ પણ નથી. આ રીતે અગ્રહ અર્થાત્ કોઈ વિષયોને ગ્રહણ કર્યા વગર યોગી વર્તે છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, જે યોગી મોહથી અનાકુળ એવા શુદ્ધ આત્મદ્રવ્યને લક્ષ કરીને ધ્યાનમાં વર્તે છે ત્યારે બાહ્ય અનુકૂળ વિષયોમાં કોઈ આનંદ નથી અને બાહ્ય પ્રતિકૂળ વિષયોમાં કોઈ અરિત નથી, તેવા યોગીઓ સ્વભૂમિકાનુસાર નિવિર્તક આદિ ચાર સમાધિમાં વર્તે છે.