________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર ૧૭-૧૮ની ઉપા. મ. સા.ની ટિપ્પણી
ઇત્યાદિઆવા બીજા કથનો ગ્રહણ કરવા.
સંસ્કાર તિ વિ અને અહીં-અસંપ્રજ્ઞાતસમાધિને કહેનારા પાતંલયોગસૂત્ર ૧-૧૮માં, સંસ્કારશેષપણું ભવોપગ્રાહી કર્યાશરૂપ સંસ્કારની અપેક્ષાએ વ્યાખ્યાન કરવું; કેમ કે મતિજ્ઞાનના ભેદરૂપ સંસ્કારનું ત્યારે કેવલજ્ઞાનકાળમાં, મૂળથી જ વિનાશ છે. એ પ્રકારે અમારા મતનો=જૈનદર્શનના મતનો, નિષ્કર્ષ છે એ પ્રમાણે દિશાસૂચન છે. ભાવાર્થ : જેનદર્શનની પ્રક્રિયા પ્રમાણે સંપ્રજ્ઞાતસમાધિ અને અસંપ્રજ્ઞાતસમાધિનું સ્વરૂપ : વૃત્તિસંક્ષયરૂપ યોગમાં સંપ્રજ્ઞાતસમાધિ અને અસંપ્રજ્ઞાતસમાધિનો અવતાર :
પાતંજલદર્શનકાર સંપ્રજ્ઞાતસમાધિ અને અસંપ્રજ્ઞાતસમાધિ એમ બે પ્રકારે યોગ કહે છે – જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષયના ભેદથી પાંચ પ્રકારે કહેવાયેલા યોગના પાંચમાં ભેદરૂપ વૃત્તિક્ષયમાં અવતાર પામે છે; કેમ કે સંપ્રજ્ઞાતસમાધિ ક્ષપકશ્રેણિમાં સ્વીકારેલ છે અને વૃત્તિસંક્ષય કેવલજ્ઞાનની અવસ્થામાં સ્વીકારેલ છે, તોપણ જેમ સમ્યકત્વકાળમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધનો ક્ષય થાય છે તેથી જ સમ્યકત્વની પ્રાપ્તિ પછી ફરી મિથ્યાત્વને પામેલા જીવો ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધતા નથી. તેમ સંપ્રજ્ઞાતસમાધિકાળમાં પાપના અકરણના નિયમને કારણે હવે પછી સંસારમાં તેવા પ્રકારના પાપો ક્યારેય કરી ન શકે તેવા વિરુદ્ધ અધ્યવસાયને કારણે જે જે પ્રકારની વૃત્તિઓનો સંક્ષય થાય છે તે અપેક્ષાએ સંપ્રજ્ઞાતસમાધિનો પણ વૃત્તિસંક્ષયરૂપ યોગના પાંચમાં ભેદ અવતાર કરેલ છે. વૃત્તિક્ષયનું સ્વરૂપ :
વૃત્તિશય શું છે તે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સ્પષ્ટ કરે છે – આત્મામાં રહેલ કર્મક્ષયની યોગ્યતાનો અપગમ એ વૃત્તિઓનો ક્ષય છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ જીવના પરિણામ છે, તે કર્મસંયોગની યોગ્યતા સ્વરૂપ છે અને સંપૂર્ણ વૃત્તિ ક્ષય યોગનિરોધકાળમાં થાય છે અને કેવલજ્ઞાનકાળમાં મનોયોગની વૃત્તિરૂપ વૃત્તિનો ક્ષય થાય છે અને તેની પૂર્વે જે જે ભૂમિકામાં જે જે વૃત્તિઓનો ક્ષય થાય છે તે અપેક્ષાએ વૃત્તિક્ષય નામનો યોગ છે, આથી જ અપુનબંધક દશામાં ઉત્કૃષ્ટ અનંતાનુબંધીની વૃત્તિનો ક્ષય થાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિકાળમાં બંધ વખતે જે કર્મની સ્થિતિ હતી તેનાથી અધિક કર્મોની સ્થિતિ ક્યારેય બાંધે નહિ તેવી વૃત્તિઓનો ક્ષય છે.
સંપ્રજ્ઞાતસમાધિકાળમાં જે જે વૃત્તિઓ ક્ષપકશ્રેણિમાં જયારે જ્યારે ક્ષય પામે છે ત્યારે ત્યારે તે પ્રકારની વૃત્તિક્ષય નામનો યોગ પ્રાપ્ત થાય છે. જેમ-ક્ષપકશ્રેણિમાં નવમાં ગુણસ્થાનકે વેદનો બંધ અટકે છે ત્યારે તે વેદના ઉદયવાળી વૃત્તિઓનો ક્ષય થયો કહેવાય છે અને તે કર્મના સંયોગની યોગ્યતા, અકરણનિયમથી તે પ્રકારના ઉત્કૃષ્ટ પાપના અકરણના નિયમથી, ગ્રંથિભેદકાળમાં ઉત્કૃષ્ટ