________________
૩૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧૦
ભાવ્યનું સ્વરૂપ :
પાતંજલમતાનુસાર ભાવ્ય બે પ્રકારનું છે – (૧) ઈશ્વર અને (૨) સાંખ્ય દર્શનને અભિમત એવા પચીસ તત્ત્વો એ ભાવ્ય છે અને સાંખ્યદર્શનને અભિમત એવા પચીસ તત્ત્વો બે પ્રકારના છે – (૧) જડ અને (૨) ચેતન.
આનાથી શું ફલિત થાય છે તે બતાવે છે – સાંખ્યદર્શનને અભિમત એવા પચીસ તત્ત્વો છે. તેમાંથી ચોવીસ જડ તત્ત્વો છે અને પુરુષ અજડચેતન તત્ત્વ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે, સંસારી જીવો બાહ્ય વિષયોને લઈને ચિત્તને પ્રવર્તાવે છે. તેનો ત્યાગ કરીને ઈશ્વરના સ્વરૂપથી આત્માને ભાવિત કરે કે ચોવીસ જડ તત્ત્વોના સ્વરૂપથી આત્માને ભાવિત કરે કે અજડ-ચેતન એવા પુરુષતત્ત્વના સ્વરૂપથી આત્માને ભાવિત કરે તે ભાવનની ક્રિયાને સંપ્રજ્ઞાતસમાધિ કહેવાય છે. જૈનદર્શનાનુસાર સંપ્રજ્ઞાતસમાધિનું સ્વરૂપ
જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે વિચારીએ તો ઈશ્વરતત્ત્વ અને જીવાદિ નવતત્ત્વો ભાવ્ય બને છે. અને ઈશ્વરતત્ત્વનું ભાવન કે જીવાદિ નવતત્ત્વોનું ભાવન આલંબનરૂપ છે. પરમાર્થથી આત્માનું શુદ્ધ સ્વરૂપ ભાવ્ય છે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ ઈશ્વરતત્ત્વમાં છે, તેથી ઈશ્વરતત્ત્વને અવલંબીને આત્માનું શુદ્ધ સ્વરૂપ ભાવન કરાય છે અને જીવાદિ નવતત્ત્વોનું જ્ઞાન પણ આત્માના સ્વરૂપની પ્રસિદ્ધિ માટે છે, તેથી જીવતત્ત્વના જ્ઞાન દ્વારા શુદ્ધ આત્મા કેવો છે અને શુદ્ધ આત્માથી ભિન્ન એવા અજીવાદિ તત્ત્વો સાથે જીવનો ભેદ છે એ પ્રકારે ભાવન કરીને અજીવ સાથે એકતાની પ્રતીતિના પરિહાર દ્વારા શુદ્ધ આત્માના સ્વરૂપનું જ્ઞાન પ્રગટ કરવા માટે પ્રયત્ન કરાય છે, તેથી ભાવ્ય એવા શુદ્ધ આત્માના સ્વરૂપના ભાવનથી શુદ્ધ આત્માના સ્વરૂપને પ્રગટ કરવાને અનુકૂળ એવો સર્વ વ્યાપાર સંશયથી અને વિપર્યયથી રહિત પ્રકર્ષથી પ્રવર્તતો હોય તો તેને સંપ્રજ્ઞાતસમાધિ કહી શકાય.
જેમ-કોઈ સાધુ પડિલેહણાદિ ક્રિયામાં ભગવાનના વચનનું સ્મરણ કરે અને વિચારે કે, ભગવાને પોતાના તુલ્ય થવાના ઉપયરૂપે આ પડિલેહણાદિની ક્રિયા બતાવી છે તેથી સર્વ જીવો પ્રત્યે પોતાનો સમભાવનો પરિણામ ઉલ્લસિત થાય તે રીતે પડિલેહણાદિ ક્રિયા કરવાની કહી છે, અને તે રીતે વિધિમાં ઉપયુક્ત થઈને જે સાધુ પડિલેહણાદિની ક્રિયા કરતા હોય ત્યારે તે સાધુને પ્રથમ વીતરાગનું સ્મરણ થાય છે અને ત્યારપછી સ્મરણ થાય છે કે, વીતરાગભગવાને સમભાવની વૃદ્ધિ થાય તે પ્રકારના ઉપયોગથી પડિલેહણાદિની ક્રિયા કરવાનું કહ્યું છે અને તે રીતે સાધુ પડિલેહણાદિની ક્રિયા કરે ત્યારે ઉલ્લસિત થતા પરિણામના બળથી તે મહાત્મા વીતરાગભાવનાથી ભાવિત બને છે તે સંપ્રજ્ઞાતસમાધિરૂપ છે.
પાતંજલમતાનુસાર ચાર પ્રકારની સંપ્રજ્ઞાતસમાધિમાં સવિતર્કસમાધિનું સ્વરૂપ બતાવે છે – (૧) સવિતર્કસંપ્રજ્ઞાતસમાધિ :
જયારે યોગી પાંચમહાભૂતો અને ઇન્દ્રિયોરૂપ સ્થૂલ વિષયોને ગ્રહણ કરીને ભાવના કરે છે ત્યારે ભાવનાના વિષયભૂત અર્થને ઉપસ્થિત કરવા માટે શબ્દ અને અર્થનો ઉલ્લેખ કરે છે અર્થાત્ તે તે