________________
૩૯
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૧૭
અહંકારમાં અંતઃકરણ ‘અહં’ એ પ્રકારના ઉલ્લેખથી વિષયોને વેદે છે અર્થાત્ ‘આ મેં કર્યું’ એ પ્રકારે બાહ્ય વિષયોને જાણે છે અને અસ્મિતાસમાધિમાં જે અસ્મિતા છે તે ‘આ કાર્ય મેં કર્યું’ એ પ્રકારે અસ્મિતારૂપ નથી પરંતુ અસ્મિતાસમાધિમાં યોગી અંતર્મુખ છે, તેથી પ્રતિલોમપરિણામવાળી પ્રકૃતિમાં લીન એવા ચિત્તમાં સત્તામાત્ર ભાસે છે=કોઈ પર્યાયને સ્પર્ધા વગર દ્રવ્યની સત્તામાત્ર ભાસે છે, તેથી વિકાર વગરના પુરુષમાત્રની સત્તાને જોનાર સાસ્મિતસમાધિ છે.
આનાથી એ ફલિત થાય છે કે, બાહ્ય કૃત્યોમાં ‘મેં આ કર્યું’ એ પ્રકારની અસ્મિતાની બુદ્ધિ અહંકારરૂપ છે, પરંતુ સાસ્મિતસમાધિમાં રજ઼ અને તમના લેશથી અનભિભૂત=અભિભૂત નહિ થયેલી એવી, શુદ્ધસત્ત્વની સત્તામાત્ર ભાસતી હોય અને તેની સાથે એકતાની બુદ્ધિરૂપ સમાધિ છે તે સાસ્મિતસમાધિ છે માટે તે અહંકારરૂપ નથી.
પ્રકૃતિલયનું સ્વરૂપ :
આ સાસ્મિતસમાધિમાં જેઓ કૃતપરિતોષવાળા=સંતોષ પામેલા છે, અને પરમાત્મારૂપ પુરુષને જોતા નથી અને તેમનું ચિત્ત સાસ્મિતસમાધિકાળમાં સ્વકારણમાં લય પામેલું છે=પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું ચિત્ત પ્રકૃતિમાં લય પામેલું છે, તેઓ ‘પ્રકૃતિલય’ છે એ પ્રમાણે પાતંજલદર્શનકાર કહે છે.
જેઓ પરમપુરુષને જાણીને ભાવનામાં પ્રવર્તે છે તેમને આ સાસ્મિતસમાધિ વિવેકખ્યાતિરૂપ બને છે, તેથી તેને ગ્રહીતૃસમાપત્તિ કહેવાય છે અર્થાત્ ગ્રહીતૃ એવા પોતાના આત્મા સાથે સમાપત્તિ કહેવાય છે.
સંપ્રજ્ઞાતસમાધિમાં વિતર્કાદિ ચાર અવસ્થાઓ શક્તિરૂપે રહેલી છે, તેમાં જે અવસ્થા વ્યક્તિરૂપે પ્રાપ્ત થાય છે=પ્રગટ થાય છે, તે અવસ્થાનો ત્યાગ કરીને યોગી ઉત્તરની અવસ્થાને પામે છે. જેમપ્રથમ ભૂમિકામાં યોગીને સંપ્રજ્ઞાતસમાધિ વિતર્કસમાધિરૂપ હોય છે ત્યારપછી વિતર્કસમાધિનો ત્યાગ કરીને વિચારસમાધિને પ્રાપ્ત કરે છે, ત્યારપછી યોગી વિચારસમાધિનો ત્યાગ કરીને આનંદસમાધિને પામે છે અને આનંદસમાધિનો ત્યાગ કરીને અસ્મિતાસમાધિને પામે છે.
સારાંશ :
ગ્રાહ્યસમાપત્તિ |
સંપ્રજ્ઞાતસમાધિનું સ્વરૂપ
(૧) વિતર્કસંપ્રજ્ઞાતસમાધિ → સવિતર્કસમાધિ નિર્વિતર્કસમાધિ
(૨) વિચારસંપ્રજ્ઞાતસમાધિ→ સવિચારસમાધિ
નિર્વિચારસમાધિ
ગ્રહણસમાપત્તિ – (૩) સાનંદસંપ્રજ્ઞાતસમાધિ ગ્રહીતૃસમાપત્તિ – (૪) સાસ્મિતસંપ્રજ્ઞાતસમાધિ. II૧-૧૭II