________________
૩૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧૦ છે ત્યારે ચિતિશક્તિ ગૌણભાવવાળી હોય છે, કેમ કે રજ અને તેમના લેશથી અનુવિદ્ધ-સહિત એવા અંતઃકરણનું ભાવન હોવાથી તેમાં ગૌણરૂપે ચિતિશક્તિરૂપ શુદ્ધ આત્માનું સ્વરૂપ છે અને સુખ અને પ્રકાશમય એવા ભાવન કરાતા એવા સત્ત્વનો ઉક=પ્રબળતા, છે.
પાતંજલમતાનુસાર સત્ત્વ, રજ અને તમવાળું અંતઃકરણ છે તેમાં રજ અને તેમનો લેશ વર્તે છે અને સર્વ પ્રધાનરૂપે છે અને તે સર્વ સુખ અને પ્રકાશમય છે અને સત્ત્વપ્રધાન એવું અંતઃકરણ ભાવ્યમાન=ભાવન કરાતું છે, તેથી સુખ અને પ્રકાશમય એવા ભાવ્યમાન સત્ત્વનો ઉદ્રક=પ્રબળતા, છે, તે વખતે યોગી વિશેષ પ્રકારના આનંદમાં મગ્ન હોય છે, તેથી તેને સાનંદસમાધિ કહેવાય છે. વિગતદેહનું સ્વરૂપ :
આ સાનંદસમાધિમાં જે યોગીઓ બદ્ધવૃત્તિવાળા હોય છે, તેઓ પ્રધાનપુરુષરૂપ તત્ત્વાંતરને જોતાં નથી તેઓ વિગત એવા દેહના અહંકારવાળા હોય છે અર્થાત્ તેઓને પોતાના દેહમાં અહંપણાની બુદ્ધિ વર્તતી નથી, તેથી દેહથી કરાતા કૃત્યોમાં કર્તુત્વના પરિણામવાળા તે યોગીઓ નથી, તેથી તેઓ વિદેહ શબ્દથી વાચ્ય છે–દેહ વગરના કહેવાય છે.
આ સાનંદસમાધિ તે ગ્રહણ સમાપત્તિ છે; કેમ કે અંતઃકરણ વસ્તુને ગ્રહણ કરનાર છે અને પ્રસ્તુતમાં ભાવ્યમાન=ભાવન કરાતું, અંત:કરણ છે તેથી ગ્રહણવિષયક આ સમાપત્તિ હોવાથી સાનંદ સમાધિ ગ્રહણ સમાપત્તિ છે. (૪) સાસ્મિતસંપ્રજ્ઞાતસમાધિનું સ્વરૂપ :
જ્યારે યોગીને સાનંદસમાધિરૂપ ગ્રહણ સમાપત્તિની પ્રાપ્તિ થયા પછી રજ અને તેમના લેશથી અનભિભૂત=પરાભવ ન પામેલા, શુદ્ધ સત્ત્વને આલંબન કરીને જે ભાવના પ્રવર્તે છે તે ભાવનામાં ગ્રાહ્ય એવું સત્ત્વ ગૌણ બને છે અને ચૈતન્યશક્તિનો ઉદ્રક પ્રબળ, થાય છે, તેથી સત્તામાત્રના અવશેષપણાથી=ભાવ્ય દ્રવ્યમાત્રરૂપે રહેવાથી, એકાગ્રતા થવાને કારણે જે સમાધિ થાય છે તે સાસ્મિતસમાધિ છે.
આ સમાધિકાળમાં વિકાર વગરના પુરુષની સત્તામાં એકાગ્રતા વર્તે છે, તેથી તે હું છું એ પ્રકારની અસ્મિતાની બુદ્ધિ વર્તે છે, તેથી તેને સાસ્મિતસમાધિ કહેવાય છે. અસ્મિતા અને અહંકારનો ભેદ :
સામાન્યથી ‘હું છું એ પ્રકારની અસ્મિતાની બુદ્ધિને સાસ્મિતસમાધિ કહીએ તો અસ્મિતા અહંકારરૂપ છે તેવો ભ્રમ થાય. તે દૂર કરવા માટે કહે છે –
અહંકાર અને અસ્મિતાનો અભેદ છે એ પ્રમાણે શંકા કરવી નહિ અર્થાત્ “હું આ કરું છું' એ પ્રકારનો અહંકાર છે અને હું છું' કાર્ય કરનાર હું છું, એ પ્રકારની અસ્મિતા છે એ બંને એકાર્યવાચી છે એ પ્રમાણે શંકા કરવી નહિ.
કેમ અસ્મિતા અને અહંકાર એનાર્થવાચી નથી તે સ્પષ્ટ કહે છે –