________________
૩૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧૦ સૂત્ર અને અર્થમાં ઉપયોગનો સંક્રમ થાય છે અર્થાત્ સૂત્ર ઉપરથી અર્થમાં ઉપયોગ જાય છે અને અર્થ ઉપરથી સૂત્રમાં ઉપયોગ જાય છે. વળી સૂત્ર બોલતી વખતે કાયાની તે પ્રકારની મુદ્રામાં ક્યારેક ઉપયોગ હોય છે તો ક્યારેક વચનમાં ઉપયોગ હોય છે તો ક્યારેક મનના વ્યાપારમાં ઉપયોગ હોય છે, તેથી મન, વચન અને કાયાના યોગોનો પરસ્પર સંક્રમ વર્તે છે તે સવિચારસમાધિ કહી શકાય. (૪) નિર્વિચારસંપ્રજ્ઞાતસમાધિ :
પાતંજલમતાનુસાર સમાધિના આલંબનભૂત પાંચ, તન્માત્રા અને અંત:કરણરૂપ સૂક્ષ્મ વિષયોને અવલંબન કરીને દેશ, કાળ અને ધર્મના અવચ્છેદ વગર ધર્મીમાત્રના અવભાસપણાથી ભાવના કરાય છે તે નિર્વિચાર સંપ્રજ્ઞાતસમાધિ છે.
વસ્તુતઃ જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર સવિતર્ક આદિ સર્વ સમાધિ મુખ્યરૂપે ક્ષપકશ્રેણીમાં પ્રાપ્ત થાય છે તેની પૂર્વે પૂર્વભૂમિકારૂપે જ તે સમાધિ હોઈ શકે અને નિર્વિચારસમાધિ તો બારમા ગુણસ્થાનકવાળા યોગીને જ પ્રાપ્ત થાય છે છતાં તેના જ જે કાંઈ અંશો પૂર્વભૂમિકામાં પ્રાપ્ત થાય છે તેને આશ્રયીને ચૈત્યવંદન આદિ અનુષ્ઠાનમાં તેની વિચારણા થઈ શકે છે આથી જ તે પ્રકારના ભાવના પ્રકર્ષને કારણે પૂજા કરતાં કરતાં નાગકેતુને કેવલજ્ઞાનની પણ પ્રાપ્તિ થઈ. ગ્રાહ્યસમાપતિનું સ્વરૂપ :
આ રીતે ઉપરોક્ત સવિતર્ક, નિર્વિતર્ક, સવિચાર અને નિર્વિચાર એમ ચાર પ્રકારની સંપ્રજ્ઞાતસમાધિ બતાવી તે ચાર સમાપત્તિ ગ્રાહ્યસમાપત્તિ એ પ્રમાણે પાતંજલમતાનુસાર કહેવાય છે; કેમ કે પાંચમહાભૂતો, ઇન્દ્રિયો, પાંચ તન્માત્રા અને અંતઃકરણરૂપ ગ્રાહ્ય વિષયને આશ્રયીને એકાગ્રતાનો પરિણામ વર્તનો હોવાથી ગ્રાહ્યવિષયક સમાપત્તિ છે. ટીકાઃ __यदा तु रजस्तमोलेशानुविद्धमन्तःकरणसत्त्वं भाव्यते तदा गुणभावाच्चितिशक्तेः सुखप्रकाशमयस्य सत्त्वस्य भाव्यमानस्योद्रेकात् सानन्दः समाधिर्भवति, अस्मिन्नेव समाधौ ये बद्धधृतयस्तत्त्वान्तरं प्रधानपुरुषरूपं न पश्यन्ति ते विगतदेहाहङ्कारत्वाद्विदेहशब्दावाच्याः, इयं ग्रहणसमापत्तिः, ततः परं रजस्तमोलेशानमिभूतं शुद्धसत्त्वमालम्बनीकृत्य या प्रवर्तते भावना तस्यां ग्राह्यस्य सत्त्वस्य न्यग्भावाच्चितिशक्तेरुद्रेकात्सत्तामात्रावशेषत्वेन समाधिः सास्मित इत्युच्यते, न चाहङ्कारास्मितयोरभेदः शङ्कनीयः यतो यत्रान्तःकरणमहमित्युल्लेखेन विषयान् वेदयते सोऽहङ्कारः, यत्रान्तर्मुखतया प्रतिलोमपरिणामे प्रकृतिलीने चेतसि सत्तामात्रमवभाति साऽस्मिता, अस्मिन्नेव समाधौ ये कृतपरितोषाः परमात्मानं पुरुषं न पश्यन्ति तेषां चेतसि स्वकारणे लयमुपागते प्रकृतिलया इत्युच्यन्ते, ये परं पुरुषं ज्ञात्वा भावनायां प्रवर्तन्ते तेषामियं विवेकख्यातिर्ग्रहीतृसमापत्तिरित्युच्यते, तत्र सम्प्रज्ञाते समाधौ