________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧૮ હવે અસંપ્રજ્ઞાતસમાધિનો વ્યુત્પત્તિ અર્થ બતાવે છે – અસંપ્રજ્ઞાતસમાધિમાં કોઈ જ્ઞાન થતું નથી તેથી અસંપ્રજ્ઞાતસમાધિ છે.
૪૨
આ અસંપ્રજ્ઞાતસમાધિ નિર્બીજ છે=સંપ્રજ્ઞાતસમાધિમાં જેમ ભાવ્યનું આલંબન કરીને ચિંતવન કરાય છે તેવું કોઈ આલંબન અસંપ્રજ્ઞાતસમાધિમાં નથી, માટે આલંબનરૂપ બીજના અભાવવાળી અસંપ્રજ્ઞાતસમાધિ છે.
અસંપ્રજ્ઞાતસમાધિને વિશેષ સ્પષ્ટ કરવા અર્થે રાજમાર્તંડ ટીકાકાર કહે છે
-
સંસારવર્તી જીવોમાં ચાર પ્રકારના ચિત્તનો પરિણામ વર્તે છે : (૧) વ્યુત્થાન, (૨) સમાધિનો પ્રારંભ, (૩) એકાગ્રતા અને (૪) નિરોધ.
વ્યુત્થાનદશામાં ચિત્ત ક્ષિપ્ત અને મૂઢભૂમિવાળું હોય છે અર્થાત્ વિષયોમાં ક્ષેપ=આસક્તિવાળું હોય છે અથવા સુનમુન અવસ્થાવાળું હોય છે.
વિક્ષિપ્તદશામાં જીવને યોગમાર્ગવિષયક સત્ત્વનો ઉદ્રેક હોવાથી=પ્રબળતા હોવાથી, સમાધિનો પ્રારંભ હોય છે. આ ભૂમિકાવાળા જીવો સંસારમાર્ગને છોડીને યોગમાર્ગમાં પ્રારંભ કરનારા હોય છે. ફક્ત અહીં એકાગ્રતાનો અભાવ હોય છે, તેથી તે યોગમાર્ગની પ્રવૃત્તિ સમાધિરૂપ નથી પરંતુ સમાધિની પ્રારંભ ભૂમિકા છે.
એકાગ્રતા અને નિરુદ્ધ આ બંને સમાધિની પર્યંતભૂમિ છે અર્થાત્ એકાગ્રતાકાળમાં સમાધિ સ્પષ્ટ પ્રગટેલી છે અને નિરુદ્ધકાળમાં ચરમકક્ષાની સમાધિ છે.
આ દરેક ચિત્તની અવસ્થાના પરિણામના સંસ્કારો આત્મામાં પડે છે અર્થાત્ વ્યુત્થાનના સંસ્કારો પડે છે, સમાધિના પ્રારંભવાળી ચિત્તની ભૂમિકાના સંસ્કારો પડે છે, એકાગ્રતાના સંસ્કારો પડે છે અને નિરોધના સંસ્કારો પડે છે.
સંસારી જીવો વ્યુત્થાન દશામાં જે પ્રવૃત્તિ કરીને સંસ્કારો નાંખે છે, તે સંસ્કારો સમાધિની પ્રારંભની ભૂમિકાથી હણાય છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, સંસારી જીવો વ્યુત્થાનદશામાં વિષયોમાં ક્ષેપ=આસક્ત ચિત્તવાળા હોય છે કાં સુનમુન બેસી રહે તેવી મૂઢ દશાવાળા હોય છે તે સર્વદશાના જે સંસ્કારો આત્મામાં પડેલા છે તે વ્યુત્થાન દશાના સંસ્કારો સમાધિની પ્રારંભવાળા ચિત્તથી હણાય છે, આથી યોગમાર્ગની ભગવદ્ભક્તિ આદિ પ્રવૃત્તિ કરનારા મહાત્માઓના વ્યુત્થાનદશાના સંસ્કારો સમાધિની પ્રારંભવાળા ચિત્તથી હણાય છે, અર્થાત્ યોગમાર્ગની ભગવદ્ભક્તિ આદિ પ્રવૃત્તિ કરનારા મહાત્માઓના વ્યુત્થાન દશાના સંસ્કારો ક્ષીણ-ક્ષીણતર થાય છે અને યોગમાર્ગની પ્રારંભ દશાના સંસ્કારોનું આધાન થાય છે. આ રીતે સમાધિની પ્રારંભ દશામાંથી તે મહાત્મા એકાગ્રતાને પ્રાપ્ત
કરે ત્યારે સમાધિના પ્રારંભકાળમાં થયેલા સંસ્કારોનો નાશ એકાગ્રતાના સંસ્કારોથી થાય છે. વળી જેમ એકાગ્રતાના સંસ્કારોથી સમાધિના પ્રારંભના સંસ્કારો નાશ પામે છે તેમ વ્યુત્થાન દશાના અવશેષ સંસ્કારો પણ નાશ પામે છે. રાજમાર્તંડ ટીકાકારે તેની વિવક્ષા કરેલ નથી અને નિરોધના સંસ્કારોથી