________________
૪૧
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧૮ તત્પર્વ=તે છે પૂર્વમાં જેને વિરામપ્રત્યયનો અભ્યાસ છે પૂર્વમાં જેને એવી, અસંપ્રજ્ઞાતસમાધિ છે.
વળી તે અસંપ્રજ્ઞાતસમાધિ કેવી છે તે બતાવે છે –
સંસ્કરશેષવાળી કેવલ સંસ્કારમાત્ર શેષ રહેવાવાળી, અન્ય અસંપ્રજ્ઞાતસમાધિ છે અર્થાત્ તેનાથી વિલક્ષણ-સંપ્રજ્ઞાતસમાધિથી ભિન્ન સ્વરૂપવાળી, અસંપ્રજ્ઞાતસમાધિ છે. ત્યાં-અસંપ્રજ્ઞાતસમાધિમાં, કોઈ વેદ્ય જણાતું નથી, એથી અસંપ્રજ્ઞાતસમાધિ નિર્બસમાધિ છે=આલંબન વગરની સમાધિ છે.
અહીં સંસારમાં ચાર પ્રકારના ચિત્તના પરિણામ છે : (૧) વ્યુત્થાન, (૨) સમાધિપ્રારંભ, (૩) એકાગ્રતા અને (૪) નિરોધ.
ત્યાં=ચાર પ્રકારના ચિત્તના પરિણામમાં, ક્ષિપ્ત અને મૂઢ એવી ચિત્તની ભૂમિ વ્યુત્થાન છે. સત્ત્વનો ઉદ્ધક હોવાથી વિક્ષિપ્ત એવી ચિત્તની ભૂમિ સમાધિનો પ્રારંભ છે, એકાગ્રતા અને નિરુદ્ધ એકાગ્ર પરિણામ અને નિરોધ પરિણામ પર્યતભૂમિ છે અને પ્રતિપરિણામ=ચારે ભૂમિકાને આશ્રયીને સંસ્કાર છે અર્થાત્ વ્યુત્થાનાદિ ચિત્તની ચારેય ભૂમિકાના સંસ્કારો છે. ત્યાં સમાધિના પ્રારંભથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી વ્યસ્થાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારો નાશ પામે છે અને એકાગ્રતાથી ઉત્પન્ન થયેલા સંસ્કારોથી તેનાથી ઉત્પન્ન થયેલા સંસ્કારોસમાધિના પ્રારંભથી ઉત્પન્ન થયેલા સંસ્કારો, નાશ પામે છે, નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારોથી એકાગ્રતાથી ઉત્પન્ન થયેલા સંસ્કારો અને તેનું સ્વરૂપ નાશ પામે છે.
જે પ્રમાણે-સુવર્ણથી યુક્ત ધ્યાયમાન તપાવાતું એવું, સીસુ પોતાને અને સુવર્ણના મલને બાળે છે, એ રીતે નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારો એકાગ્રતાથી ઉત્પન્ન થયેલા સંસ્કારોનો અને પોતાના આત્માનો નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારોરૂપ પોતાના સ્વરૂપનો, નાશ કરે છે. ll૧-૧૮ના ભાવાર્થ : અસંપ્રજ્ઞાતસમાધિનું સ્વરૂપ :
સૂત્ર ૧-૧૭માં સંપ્રજ્ઞાતસમાધિના ચાર પ્રકારો બતાવ્યાં તેમાં વિતકદિનું ચિંતવન હોય છે અને તે વિતકદિ ચિંતવનનો ત્યાગ તે વિરામ છે અને વિરામનો પ્રત્યય પ્રતીતિ થાય તે પ્રકારનો અભ્યાસ પૂર્વમાં જેને છે એવી અસંપ્રજ્ઞાતસમાધિ છે. અને વિરામનો અભ્યાસ કરવા અર્થે યોગી કોઈ પણ પ્રકારની જે ચિત્તવૃત્તિઓ ઉલ્લસિત થાય છે તેને નેતિ નેતિ'=આ નથી, આ નથી'=“આ મારું સ્વરૂપ નથી, આ મારું સ્વરૂપ નથી', એ પ્રકારે નિરંતર યત્ન કરીને સર્વ પ્રકારના ચિંતવનનો ત્યાગ કરવા માટે યત્ન કરે છે તે ત્યાગથી અસંપ્રજ્ઞાતસમાધિ પ્રગટે છે.
વળી આ અસંપ્રજ્ઞાતસમાધિ સંસ્કારશેષરૂપ છે. રાજમાર્તડકારે સંસ્કારશેષનો અર્થ કર્યો છે, જેમાં સંસ્કારમાત્ર છે વેદનું જ્ઞાન નથી તેવી અસંપ્રજ્ઞાતસમાધિ છે.
વળી આ અસંપ્રજ્ઞાતસમાધિ સંપ્રજ્ઞાતસમાધિથી વિલક્ષણ છે તે બતાવવા માટે પ્રસ્તુત સૂત્ર ૧-૧૮માં “અન્ય’ શબ્દનો પ્રયોગ કર્યો છે.