________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧૦
૩૫ શબ્દો દ્વારા તે તે અર્થોની ઉપસ્થિતિ કરે છે અને પૂર્વમાં જે શબ્દ અને અર્થનો ઉલ્લેખ કરેલો અને પાછળથી જે શબ્દ અને અર્થનો ઉલ્લેખ કરે છે તે પૂર્વ અને અપર શબ્દ અને અર્થ વચ્ચે અનુસંધાન થાય તે રીતે ભાવના કરે છે તે સવિતર્ક સંપ્રજ્ઞાતસમાધિ કહેવાય છે. જૈનદર્શનાનુસાર ચૈત્યવંદનની ક્રિયામાં ‘નમુત્થણી સૂત્રને આશ્રયીને પ્રવર્તતા ઉપયોગમાં સવિતર્કસમાધિની વિચારણા :
કોઈ મહાત્મા ‘નમુત્થણં' સૂત્રના યથાર્થ અર્થના બોધવાળા હોય તેઓ તચ્ચિત્ત, તન્મન, તલ્લેશ્યા અને તદપિમાનવાળા થઈને સૂત્રો બોલતા હોય ત્યારે તે સૂત્રોના દરેક પદોનો અને તેના અર્થોનો ઉલ્લેખ થતો હોય છે અને તે પદોથી અને અર્થોથી તેમનો આત્મા ભાવિત થતો હોય છે તે વખતે તે સૂત્રમાં બોલાયેલા પૂર્વના પદો અને અર્થો અને વર્તમાનમાં બોલાતા અપર પદો અને અર્થો તે બંને વચ્ચે અનુસંધાને વર્તે છે અને તે અનુસંધાનને કારણે નમુત્થણ' સૂત્રથી વાચ્ય એવા પરમાત્માના સ્વરૂપની ભાવના પ્રવર્તે છે તે સવિતર્કસમાધિ કહી શકાય. (૨) નિર્વિતર્કસંપ્રજ્ઞાતસમાધિ
પાતંજલમતાનુસાર ભૂલ એવા પાંચ મહાભૂતો અને ઇન્દ્રિયો વિષયક ઉપયોગ પ્રવર્તતો હોય અને સવિતર્ક સમાધિકાળમાં જે પૂર્વાપરનું અનુસંધાન હતું અને શબ્દાર્થનો ઉલ્લેખ હતો તેનાથી રહિત ઉપયોગ બને અને તેના દ્વારા જયારે ભાવના પ્રવર્તે છે ત્યારે નિર્વિતર્ક સંપ્રજ્ઞાતસમાધિ હોય છે. જૈનદર્શનાનુસાર ચૈત્યવંદની ક્રિયામાં નિર્વિતર્કસમાધિની વિચારણા :
કોઈ મહાત્મા અત્યંત ઉપયોગપૂર્વક નમુત્થણું સૂત્ર બોલીને સવિતર્કસમાધિવાળા બન્યા હોય ત્યારપછી ‘નમુત્થણં' સૂત્રના બળથી ઉપસ્થિત થયેલ પરમાત્માનું સ્વરૂપ બુદ્ધિરૂપી ચક્ષુ સામે ઉપસ્થિત થતું હોય ત્યારે શબ્દ અને અર્થનો ઉલ્લેખ હોતો નથી અને સૂત્ર બોલવાની પ્રવૃત્તિ પણ નહિ હોવાથી પૂર્વાપરનું અનુસંધાન હોતું નથી, આમ છતાં “નમુત્થણ’ સૂત્રથી ભાવ્ય એવા પરમાત્માનું સ્વરૂપ ઉપયોગરૂપે ઉપસ્થિત હોવાથી ત્યારે નિવિર્તકસમાધિ કહી શકાય. (૩) સવિચારસંપ્રજ્ઞાતસમાધિ :
પાતંજલમતાનુસાર ચૂલવિષયોને ભાવ્ય બનાવ્યા પછી યોગી જયારે પાંચ તન્માત્રા અને અંતઃકરણરૂપ સૂક્ષ્મ વિષયોનું આલંબન કરીને ભાવના કરે છે અને તે ભાવના દેશ, કાળ અને ધર્મના અવચ્છેદથી કરે છે ત્યારે સવિચારસંપ્રજ્ઞાતસમાધિ પ્રવર્તે છે. જૈનદર્શનાનુસાર ચૈત્યવંદનની ક્રિયામાં સવિચારસમાધિની વિચારણા :
જૈનદર્શનાનુસાર વિચારીએ તો સવિચારસમાધિમાં અર્થ, વ્યંજન અને યોગોનો અન્યોન્ય સંક્રમ હોય છે તેથી કોઈ મહાત્મા “નમુત્થણં' સૂત્રમાં અત્યંત ઉપયુક્ત થઈને પ્રવર્તે છે અને તે ઉપયોગ સૂક્ષ્મ વીતરાગતાને અભિમુખ બને છે ત્યારે તે મહાત્મા સવિચારસમાધિમાં જાય છે અને તે વખતે