________________
૩૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧૦ ચિત્તવૃિત્તિનિરોધ' રૂપ માત્ર યોગનું લક્ષણ કરવામાં આવે તો આ લક્ષણ સંપ્રજ્ઞાતસમાધિમાં અવ્યાપ્ત થશે, તેથી ‘ક્લિચિત્તવૃત્તિનો નિરોધ’ યોગનું લક્ષણ કરવું ઉચિત છે, હવે યોગના ભેદરૂપ સંપ્રજ્ઞાત સ્વરૂપ યોગના ભેદને પાતંજલદર્શનકાર કહે છે – સૂત્ર :
वितर्कविचारानन्दास्मितारूपानुगमात् सम्प्रज्ञातः ॥१-१७॥ સૂત્રાર્થ
વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાના સ્વરૂપના અનુગમથી=અનુસરણથી, સંપ્રજ્ઞાતસમાધિ છે. ll૧-૧ણા ટીકા : _ 'वितर्केति'-समाधिरिति शेषः, सम्यक् संशयविपर्ययरहितत्वेन प्रज्ञायते प्रकर्षेण ज्ञायते भाव्यस्य स्वरूपं येन स सम्प्रज्ञातः समाधिर्भावनाविशेषः, स वितर्कादिभेदाच्चतुर्विधःसवितर्कः सविचारः सानन्दः सास्मितश्च, भावना-भाव्यस्य विषयान्तरपरिहारेण चेतसि पुनः पुनर्निवेशनम्, भाव्यं च द्विविधम्-ईश्वरस्तत्त्वानि च, तान्यपि द्विविधानि जडाजडभेदात्, जडानि चतुर्विंशतिः, अजडः पुरुषः, तत्र यदा महाभूतेन्द्रियाणि स्थूलानि विषयत्वेनाऽऽदाय पूर्वापरानुसन्धानेन शब्दार्थोल्लेखसम्भेदेन च भावना क्रियते तदा सवितर्कः समाधिः, अस्मिन्नेवाऽऽलम्बने पूर्वापरानुसन्धानशब्दोल्लेखशून्यत्वेन यदा भावना प्रवर्तते तदा निर्वितर्कः, तन्मात्रान्तःकरणलक्षणं सूक्ष्मविषयमालम्ब्य तस्य देशकालधर्मावच्छेदेन यदा भावना प्रवर्तते तदा सविचारः, तस्मिन्नेवावलम्बने देशकालधर्मावच्छेदं विना धर्मिमात्रावभासित्वेन भावना क्रियमाणा निर्विचार इत्युच्यते, एवम्पर्यन्तः समाधिाह्यसमापत्तिरिति व्यपदिश्यते । ટીકાર્ય :
સમાધિરિતિ શેપ:-સૂત્રમાં સમાધિ: એ શેષરૂપે અધ્યાહારરૂપે, ગ્રહણ કરેલ છે અર્થાત્ વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાના સ્વરૂપના અનુસરણથી સંપ્રજ્ઞાત સંપ્રજ્ઞાતસમાધિ છે.
સી પવિતે જ સમ્યકસંશય-વિપર્યય રહિતપણાથી, ભાવ્યનું સ્વરૂપ પ્રકર્ષથી જણાય છે જેના વડે તે સંપ્રજ્ઞાતસમાધિ ભાવનાવિશેષ છે. તે સંપ્રજ્ઞાતસમાધિ, વિતર્કદિ ભેદથી ચાર પ્રકારની છે – (૧) સવિતર્ક, (૨) સવિચાર, (૩) સાનંદ અને (૪) સાસ્મિત.
સંપ્રજ્ઞાતસમાધિ ભાવનાવિશેષ છે તેમ કહ્યું તેથી ભાવનાનો અર્થ કરે છે – વિષયાંતરના પરિહારથી ભાવ્યનો ફરી ફરી ચિત્તમાં નિવેશ ભાવના છે. ભાવ્ય બે પ્રકારનું છે – (૧) ઈશ્વર અને (૨) તત્ત્વો.