________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર ૧૫-૧૬ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૧૦ ૩૧ વિશેષાર્થ :
સંસારી જીવોને બાહ્ય વિષયોને જોઈને “આ મને ઇષ્ટ છે, આ મને અનિષ્ટ છે,” તેવા વિકલ્પો સંગના પરિણામને કારણે સદા વર્તે છે. તે વિકલ્પોને દૂર કરવા માટે મુનિઓ આત્માના ક્ષમામાર્દવતા-આર્જવતા-નિષ્પરિગ્રહતા આદિ ભાવોના વિકલ્પો કરે છે અર્થાત્ ક્ષમાદિ ભાવો જ મારા માટે ઇષ્ટ છે અન્ય સર્વ ભાવો અનિષ્ટ છે એ પ્રકારના વિકલ્પો કરે છે અને તે વિકલ્પોના બળથી લયોપશમભાવના ધર્મો મુનિમાં સ્કુરાયમાન થાય છે અને જયારે તે ક્ષયોપશમભાવના ક્ષમાદિ ધર્મોના વિકલ્પો દઢ ભૂમિકાવાળા થાય છે ત્યારે નિમિત્તને પામીને ઇન્દ્રિયોના વિષયોમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિના વિકલ્પો તે મહાત્માને ઉસ્થિત થતા નથી. ત્યારપછી તે મહાત્મા ક્ષમાદિ ધર્મોના વિકલ્પોનો પણ ત્યાગ કરીને સર્વથા સંગ વગરના પરિણામને ઉલ્લસિત કરવા માટે દઢ ધ્યાનમાં યત્ન કરે છે તેના બળથી અસંગપરિણતિ પ્રકર્ષવાળી બને છે, તેનાથી ક્ષપકશ્રેણિ પ્રગટે છે તે પર વૈરાગ્ય છે અને ક્ષપકશ્રેણિમાં ક્ષમાદિભાવોને સ્પર્શનારા રાગાદિના વિકલ્પો પણ શાંત થાય છે ત્યારે સ્થિર સમુદ્ર જેવા સર્વવિકલ્પોથી પર એવા નિરાકુલજ્ઞાનસ્વરૂપ તે મહાત્મા બને છે, તે પરવૈરાગ્યનું ફળ છે. અવતરણિકા :
एवं योगस्य स्वरूपमुक्त्वा सम्प्रज्ञातस्वरूपभेदमाह - અવતરણિકાર્ય :
એ પ્રમાણે સૂત્ર ૧-૨ થી ૧-૧૬ સુધી યોગનું સ્વરૂપ પીને સંપ્રજ્ઞાતસ્વરૂપભેદને કહે છે – ભાવાર્થ :
જૈન દર્શનની પ્રક્રિયા પ્રમાણે મોક્ષનું કારણ એવો યોગમાર્ગ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એમ પાંચ ભેદે રહેલો છે.
વળી અન્ય રીતે વિચારીએ તો સંસારના કારણભૂત ભાવમલ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગસ્વરૂપ છે. તેનાથી વિપરીત એવું સમ્યત્વ, વિરતિ, અપ્રમાદ, અકષાય અને યોગનિરોધસ્વરૂપ યોગમાર્ગ અન્ય રીતે પ્રાપ્ત થાય છે.
પતંજલિઋષિએ મોક્ષનું કારણ એવો યોગ ચિત્તવૃત્તિનિરોધરૂપ છે, તેમ બતાવીને અને તેની પૂર્વની યોગમાર્ગની પ્રવૃત્તિને યોગાંગરૂપે સ્વીકારીને આઠ યોગાંગોને આગળમાં કહેવાના છે.
વળી મોક્ષના અર્થે યોગીઓ જેમાં યત્ન કરે છે તે યોગીઓ સમાધિમાં યત્ન કરે છે. તે સમાધિ બે પ્રકારની છે તે બતાવે છે – (૧) સંપ્રજ્ઞાતસમાધિ અને (૨) અસંપ્રજ્ઞાતસમાધિ.
આ બંને પ્રકારની સમાધિ યોગના ભેદમાં જ અંતર્ભાવ પામે છે, આથી જ પાતંજલદર્શનકારને સ્વીકૃત એવા યોગના લક્ષણમાં સ્પષ્ટીકરણ કરતા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે કહ્યું કે,