________________
૩૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર ૧૫-૧૬ની ઉપા. મ.સા.ની ટિપ્પણી અર્થ :
વિષયોષ .... સિદ્ધાન્ત: II વિષયોના દોષના દર્શનથી ઉત્પન્ન થયેલ, આપાત ધર્મસંન્યાસરૂપ પ્રથમ વૈરાગ્ય છે પ્રથમ દૃષ્ટિથી દેખાતા ભગવાનની ભક્તિ આદિરૂપ, શ્રાવકોના આચારરૂપ ધર્મોના સંન્યાસરૂપ પ્રથમ વૈરાગ્ય છે.
સત્તત્ત્વની ચિતાથી પર બ્રહ્મરૂપ તે તત્ત્વ છે તેના ચિંતવનથી, વિષયો પ્રત્યે ઉદાસીનભાવ થવાને કારણે ઉત્પન્ન થયેલા બીજા અપૂર્વકરણભાવી તાત્ત્વિક એવા ધર્મોના સંન્યાસરૂપ બીજો વૈરાગ્ય છે. જેમાં પરવૈરાગ્યમાં, માયોપથમિક એવા ધર્મો પણ ક્ષય પામે છે અને ક્ષાયિક એવા ધર્મો ઉત્પન્ન થાય છે એ પ્રમાણે અમારો સિદ્ધાંત છે. ભાવાર્થ : વિષયોના દોષના દર્શનથી ઉત્પન્ન થયેલા આપાત ધર્મસંન્યાસરૂપ પ્રથમ વૈરાગ્યનું સ્વરૂપ :
જે ગૃહસ્થો ધર્મપ્રધાન જીવન જીવનારા હોય છે, તેમને પોતાના ધનનો વ્યય ગુણવાનની ભક્તિમાં સાર્થક લાગે છે, તેથી પોતાને જે ઉત્તમ દ્રવ્યો આલાદ ઉપજાવે છે તે ઉત્તમ દ્રવ્યોનો ભગવાનની ભક્તિમાં ઉપયોગ કરીને પ્રથમ ભૂમિકાના ધર્મને સેવે છે અને સુસાધુઓની ભક્તિ કરીને પ્રથમ ભૂમિકાના ધર્મને સેવે છે તે આપાત ધર્મ છે.
જ્યારે તે શ્રાવકોને આ સર્વ ઇન્દ્રિયોના વિષયો આત્માને સંશ્લેષ કરાવીને આત્માને મલિન કરનારા છે તેવું સ્પષ્ટ દર્શન થાય છે, તેના કારણે ઇન્દ્રિયોને અનુકૂળ એવા બાહ્ય વિષયો પ્રત્યે ચિત્ત વિરક્ત બને છે, તેથી તેઓ ગૃહસ્થ અવસ્થામાં જે આપાત ધર્મો સેવતા હતા તેનો ત્યાગ કરીને સર્વવિરતિ ગ્રહણ કરે છે તે પ્રથમ વૈરાગ્ય છે. સત્તત્ત્વની ચિંતાથી વિષયો પ્રત્યે દાસીજ થવાને કારણે ઉત્પન્ન થયેલા દ્વિતીય અપૂર્વકરણભાવી તાત્વિક ધર્મસંન્યાસરૂપ બીજા વૈરાગ્યનું સ્વરૂપ :
સંયમવાળા મહાત્માઓ જ્યારે તે તત્ત્વ છે=શુદ્ધ આત્માનું તે પારમાર્થિકસ્વરૂપ છે, તેમ ચિંતવન કરે તેના કારણે વિષયો પ્રત્યે ઉદાસીનભાવ પ્રગટે છે, તેથી બાહ્ય વિષયોમાં ઇષ્ટ, અનિષ્ટની બુદ્ધિ ઉત્પન્ન થાય તેવો પરિણામ તેમને નાશ પામે છે, તેના કારણે વિકલ્પોથી પર એવા નિર્વિકલ્પ ઉપયોગમાં તે મહાત્માઓ પ્રવેશ પામે છે અને નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત થવાને કારણે તે મહાત્માઓ દ્વિતીય અપૂર્વકરણને પ્રાપ્ત કરે છે ત્યારે તાત્ત્વિક એવા ધર્મોના સંન્યાસરૂપ બીજો વૈરાગ્ય પ્રગટે છે અર્થાત્ મુનિભાવમાં વર્તતા એવા તાત્ત્વિક ક્ષયોપશમભાવના ધર્મોનો ત્યાગ થાય તેવો વૈરાગ્ય વર્તે છે. તે બીજા વૈરાગ્યમાં ક્ષયોપશમભાવના ક્ષમાદિ ધર્મો નાશ પામે છે અને ક્ષાયિક ભાવના ક્ષમાદિ ધર્મો ઉત્પન્ન થાય છે, એ પ્રકારનો અમારો સિદ્ધાંત છે, એમ પૂજય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ કહે છે.