________________
૨૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧૫-૧૬ અને તેના પરિણામે મારું સંસારમાં પરિભ્રમણ થાય છે તેવી બુદ્ધિ થવાથી આ લોકના વિષયોમાં વિતૃષ્ણા થાય છે.
દેવલોકાદિના ભોગો પણ આયુષ્ય ક્ષય થવાથી અંતને પામે છે અને તે ભોગોથી બંધાયેલું પાપકર્મ જીવોને વિડંબણા કરાવે છે, તેવો બોધ થવાથી તે દેવલોકાદિના ભોગોથી પણ વિતૃષ્ણા થાય છે.
આ રીતે દષ્ટ અને અનુશ્રવિક એવા બંને પ્રકારના વિષયોમાં જેમને વિતૃષ્ણા થયેલી છે તેવા મહાત્માઓ પોતાના સંયમવૃદ્ધિના અંગભૂત ઉચિત વિષયોને ગ્રહણ કરે છે ત્યારે પણ તે વિષયોને વશ થઈને ગ્રહણ કરતાં નથી પરંતુ સંયમના ઉપાયના અર્થી એવા તેઓને વશ તે વિષયો છે, તેથી તૃષ્ણા રહિત સંયમના અંગરૂપે તે વિષયોને ગ્રહણ કરે છે, તેથી નિર્મમ એવા મહાત્માઓને વિષયો વશ થયેલા છે તેમ કહેવાય છે.
વળી સાધુ અણસણ કરે છે ત્યારે ઇચ્છા કરે છે કે, મારા સંયમના ફળથી “મને પુણ્ય પ્રાપ્ત થાવ, ધર્મ પ્રાપ્ત થાવ, સ્વર્ગ પ્રાપ્ત થાવ અને મોક્ષ પ્રાપ્ત થાવ' તે વખતે જે સ્વર્ગની ઇચ્છા કરે છે તે પણ સ્વર્ગના ભોગોના આકર્ષણને વશ સ્વર્ગની ઇચ્છા કરતાં નથી પરંતુ મોક્ષની પ્રાપ્તિ માટે જે અસંગભાવને પ્રાપ્ત કરવો છે, તેને અનુરૂપ શક્તિસંચયના અંગરૂપે સ્વર્ગની ઇચ્છા કરે છે, તેથી તે મહાત્માને આનુગ્રવિક એવા દેવલોકાદિમાં પણ વિતૃષ્ણા છે માટે સ્વર્ગની ઇચ્છા હોવા છતાં વૈરાગ્ય અવ્યાહત છે-વૈરાગ્ય નાશ પામતો નથી. II૧-૧પ અવતરણિકા:
तस्यैव विशेषमाह - અવતરણિકાર્ય :
તેના વૈરાગ્યના જ, વિશેષને કહે છે – સૂત્ર :
तत्परं पुरुषख्यातेर्गुणवैतृष्ण्यम् ॥१-१६॥ સૂત્રાર્થ :
તેનાથી પર=પ્રથમ વૈરાગ્યથી પ્રકૃષ્ટ એવું, પુરુષખ્યાતિને કારણે ગુણવેતૃશ્ય બીજો વૈરાગ્ય છે. ll૧-૧૬ll ટીકા : ___ 'तदिति'-तद्वैराग्यं परं प्रकृष्टं, प्रथमं वैराग्यं विषयविषयं, द्वितीयं गुणविषयमुत्पन्नगुणपुरुषविवेकख्यातेरेव भवति, निरोधसमाधेरत्यन्तानुकूलत्वात् ॥१-१६॥