________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૧૩-૧૪
સૂત્રઃ
તત્ર સ્થિતૌ યત્નોભ્યાસ: ।-૨૩૫
સૂત્રાર્થ:
ત્યાં=અભ્યાસ અને વૈરાગ્યમાં, સ્થિતિમાં યત્ન અભ્યાસ છે. ||૧-૧૩||
ટીકા :
'तत्रेति' - वृत्तिरहितस्य चित्तस्य स्वरूपनिष्ठः परिणामः स्थितिस्तस्यां यत्न=उत्साहः पुनः पुनस्तथात्वेन चेतसि निवेशनमभ्यास इत्युच्यते ॥१- १३॥
ટીકાર્ય
વૃત્તિહિતસ્ય ..... રૂત્યુતે ॥ વૃત્તિરહિત એવા ચિત્તનું સ્વરૂપનિષ્ઠ પરિણામ=સ્વરૂપમાં રહેવા સ્વરૂપ પરિણામ, સ્થિતિ છે તેમાં—સ્થિતિમાં યત્ન=ઉત્સાહ, ફરી ફરી તે પણારૂપે ચિત્તમાં નિવેશ-ચિત્તમાં સ્થાપન, અભ્યાસ એ પ્રમાણે વ્હેવાય છે. ||૧-૧૩||
ભાવાર્થ:
(૧) અભ્યાસનું સ્વરૂપ ઃ
ચિત્તવૃત્તિના નિરોધ માટેનો અભ્યાસ સ્પષ્ટ કરે છે – વૃત્તિરહિત એવું ચિત્ત પોતાના સ્વરૂપમાં રહે તેવો પરિણામ એ સ્થિતિ છે અને તે સ્થિતિમાં જવા માટેનો યત્ન એટલે ઉત્સાહ છે તે અભ્યાસ છે. અહીં પ્રશ્ન થાય કે, ચિત્તને પોતાના સ્વરૂપમાં સ્થિર કરવું હોય તો કંઈ રીતે કરી શકાય ? તેથી
કહે છે
-
૨૫
ફરી ફરી ચિત્તની વૃત્તિઓને ચિત્તમાં તે રૂપે નિવેશ કરે અર્થાત્ ચિત્તવૃત્તિઓ સ્વરૂપનિષ્ઠ બને તે રીતે ચિત્તવૃત્તિઓને ચિત્તમાં સ્થાપન કરે તે અભ્યાસ કહેવાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે ચિત્તને શાંત રસમાં સ્થિર કરવા માટેનો અંતરંગ યત્ન તે અભ્યાસ છે અને તે અંતરંગ યત્નને ઉપદંભક એવી બાહ્ય ક્રિયાઓ તે અભ્યાસનું અંગ છે. II૧-૧૩||
અવતરણિકા :
तस्यैव विशेषमाह
અવતરણિકાર્ય :
તેના
અભ્યાસના જ, વિશેષને ક્યે છે અર્થાત્ સૂત્ર ૧-૧૩માં ચિત્તવૃત્તિઓના નિરોધના ઉપાયરૂપે અભ્યાસનું સ્વરૂપ બતાવ્યું. હવે તે અભ્યાસ કઈ રીતે કરાયેલો સ્થિર બને છે તે બતાવે છે –