________________
૨૪
ટીકાર્ય :
અભ્યાસ..... .ચિત્તવૃત્તિનિરોધ: ।। આગળમાં વ્હેવાશે એ લક્ષણવાળા અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા પ્રકાશની વૃત્તિના નિયમરૂપ જે વૃત્તિઓ-બોધની પ્રવૃત્તિના નિયમરૂપ જે પાંચ ચિત્તની વૃત્તિઓ, તેનો નિરોધ થાય છે. એ પ્રમાણે હેવાયેલું થાય છે. વિનિવૃત્ત બાહ્યઅભિનિવેશવાળી તેઓનું=બાહ્ય અભિનિવેશો જેમના અટકી ગયા છે તેવી પાંચ ચિત્તવૃત્તિઓનું, અંતર્મુખપણું હોવાના કારણે સ્વકારણ એવા ચિત્તમાં જ શક્તિરૂપપણાથી અવસ્થાન=રહેવું (તે નિરોધ છે.) ત્યાં=ચિત્તવૃત્તિના નિરોધમાં, વિષયના દોષના દર્શનથી ઉત્પન્ન થનાર વૈરાગ્ય વડે તેનું વૈમુખ્ય ઉત્પન્ન કરાય છે-ચિત્તવૃત્તિઓનો વિમુખભાવ ઉત્પન્ન કરાય છે, અને અભ્યાસથી સુખનક શાંતપ્રવાહદર્શન દ્વારા દેઢ થૈર્ય ઉત્પન્ન કરાય છે. આ રીતે બંને દ્વારા=અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા, ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે. II૧-૧૨ ભાવાર્થ :
પાતંજલદર્શનકારે ‘ચિત્તવૃત્તિનિરોધ' યોગનું લક્ષણ કર્યું. ત્યાં પ્રથમ ચિત્તનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી તે ચિત્તની વૃત્તિઓ પાંચ બતાવી અને હવે ઉપાય દ્વારા નિરોધને બતાવે છે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા ચિત્તવૃત્તિઓનો નિરોધ :
મતિજ્ઞાનનો ઉપયોગરૂપ ચિત્તની પાંચ વૃત્તિઓ છે અને તે વૃત્તિઓનો નિરોધ કરીને ચિત્તને આત્મભાવમાં સ્થિર કરવા માટે અભ્યાસ કરવામાં આવે અને તે અભ્યાસને દઢ કરવા અર્થે બાહ્ય વિષયના દોષદર્શનથી વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં આવે તો ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે.
આશય એ છે કે, મોક્ષના અર્થીજીવો મોક્ષના ઉપાયરૂપ યોગના અર્થી બને છે અને યોગ ચિત્તવૃત્તિના નિરોધરૂપ છે અને તે ચિત્તવૃત્તિઓના નિરોધ અર્થે પ્રથમ બાહ્યવિષયોના સંપર્કમાં આત્માને સંસારના પરિભ્રમણરૂપ અનર્થની પ્રાપ્તિ થાય છે એ રૂપ દોષદર્શનને કારણે બાહ્ય પદાર્થો પ્રત્યે વૈરાગ્ય થાય છે, તેથી ચિત્ત વિષયોથી વિમુખભાવવાળું બને છે, ત્યારપછી યોગી બાહ્ય પદાર્થો પ્રત્યે વિમુખભાવવાળા થવાથી આત્માના અંતર્મુખભાવવાળા બને છે અને અંતર્મુખભાવ થયા પછી વારંવાર અંતર્મુખ થવા માટે અભ્યાસ કરવામાં આવે તો આત્માના ભાવોમાં વિશ્રાંત થયેલું ચિત્ત સુખજનક શાંતપ્રવાહવાળું થયું છે તેવું યોગીને દેખાય છે, તેથી અંતરંગ ભાવોમાં જવા માટેનું દૃઢ થૈર્ય યોગીમાં ઉત્પન્ન થાય છે. આ રીતે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા યોગી ચિત્તવૃત્તિઓનો નિરોધ પ્રાપ્ત કરી શકે છે. ૧-૧૨
અવતરણિકા :
अभ्यासं व्याख्यातुमाह
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૧૨-૧૩
અવતરણિકાર્થ :
Ad
અભ્યાસને વ્યાખ્યા કરવા માટે ક્યે છે -