________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ / સૂત્ર-૫-૧૧ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
અને શૃંગમાં સંસર્ગનો આરોપ કરીને શશશૃંગ છે એ પ્રકારે પ્રયોગ કરવામાં આવે તો એ વિકલ્પ વિપર્યયમાં અંતર્ભાવ પામે છે.
૨૨
વળી રાજ્માર્તંડ ટીકાકારે અમિન્ને ..... . વેશ વ, સૂત્ર ૧-૯માં કહ્યું કે, ‘પુરુષનું ચૈતન્ય' એ વિક્લ્પથી કહેવાય છે; કેમ કે પુરુષ ચૈતન્યરૂપ છે. છતાં ભેદ અર્થમાં ષષ્ઠીનો પ્રયોગ વિક્લ્પથી થાય છે તે સ્થાનમાં પુરુષથી અભિન્ન એવા ચૈતન્યમાં ભેદના નિર્ભ્રાસાદિ નયસ્વરૂપ પ્રમાણનો એક દેશ જ છે.
ભાવાર્થ :
પુરુષમાં ચૈતન્ય ગુણ છે તે પુરુષની સાથે એક પ્રદેશથી વળગેલો છે માટે પુરુષનો ચૈતન્ય સાથે અભેદ છે અને સ્યાદ્વાદની દૃષ્ટિથી પુરુષના ગુણરૂપ ચૈતન્યનો પુરુષથી કથંચિદ્ ભેદ છે; કેમ કે પુરુષ શબ્દથી આત્મા વાચ્ય છે, તેથી પુરુષની સાથે એક પ્રદેશરૂપે વળગેલા એવા ચૈતન્યમાં પુરુષથી ભેદનો નિર્માસ વગેરે થાય છે તે નયસ્વરૂપ છે અને નય પ્રમાણનો એક દેશ જ છે અર્થાત્ ભેદાભેદાત્મક જે પ્રમાણ છે તેનો એક દેશરૂપે ભેદનો નિર્ભાસ છે અને અન્ય દેશરૂપ અભેદનો નિર્ભાસ છે, તેથી ભેદનો અને અભેદનો નિર્વ્યાસ પ્રમાણનો એક દેશ હોવાથી ‘પુરુષનું ચૈતન્ય’ એ રૂપ વિકલ્પ પ્રમાણમાં જ અંતર્ભાવ પામે છે.
પતંજલિઋષિએ નિદ્રાને સૂત્ર ૧/૧૦માં અભાવપ્રત્યયઆલંબનવાળી કહી ત્યાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે
નિદ્રા તુ ..... પ્રતિમાસનાત્, નિદ્રા વળી સર્વ અભાવ આલંબનવાળી નથી; કેમ કે સ્વપ્નમાં હાથી, ઘોડા વગેરે ભાવોનું પણ પ્રતિભાસન છે.
ભાવાર્થ:
ગાઢ ઊંઘમાં નિદ્રા અભાવ પ્રત્યયઆલંબનવાળી છે અને સ્વપ્ન અવસ્થામાં હાથી-ઘોડા વગેરે રૂપ ભાવાત્મક પદાર્થના આલંબનવાળી પણ છે.
પૂર્વમાં કહ્યું એ રીતે પાતંજલદર્શનકારને અભિમત વિકલ્પ અપેક્ષાએ પ્રમાણના એક દેશરૂપ છે અને અપેક્ષાએ વિપર્યયરૂપ છે. તે બતાવ્યા પછી નિદ્રા પણ અપેક્ષાએ મિથ્યા છે અને અપેક્ષાએ પ્રમાણસ્વરૂપ છે તે બતાવવા અર્થે છે.
નાપિ... વર્શનાત્, વળી સર્વનિદ્રા મિથ્યા જ નથી; કેમ કે સંવાદિસ્વપ્નનું ઘણીવાર દર્શન છે. ભાવાર્થ :
કેટલીક નિદ્રામાં જે દેખાય છે તે દેખાયેલી વસ્તુ સ્વપ્નકાળમાં નથી અને તે સ્વપ્નનું કાંઈ ફળ પણ નથી, માટે તે નિદ્રામિથ્યા છે અને કેટલીક નિદ્રામાં આવેલા સ્વપ્ન પ્રમાણે તેવા પ્રકારના કાર્યો થાય છે, તેથી તે નિદ્રામાં દેખાયેલા પદાર્થો સમ્યક્ છે માટે કેટલીક નિદ્રા પ્રમાણભૂત છે અને કેટલીક નિદ્રા વિપર્યયરૂપ છે.