________________
૨૦
પાતંજલ યોગસુત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧૧
ટીકાર્ય :
પ્રમાનેન સ્મૃતિ , પ્રમાણ દ્વારા પ્રત્યક્ષ, અનુમાન અને આગમપ્રમાણ દ્વારા, અનુભૂત વિષયનો જે આ અસંપ્રમોષ સંસ્કાર દ્વારા બુદ્ધિમાં ઉપારોહ અર્થાત્ ઉપસ્થિતિ, તે સ્મૃતિ છે.
સ્કૃતિનું સ્વરૂપ બતાવ્યા પછી પ્રમાણ વગેરે પાંચે વૃત્તિઓમાંથી કઈ વૃત્તિઓ સ્મૃતિનું કારણ છે? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
તત્ર ..... નિદ્રનિમિત્તા છે ત્યાં પ્રમાણાદિ પાંચ વૃત્તિઓમાં પ્રમાણ, વિપર્યય અને વિકલ્પરૂપ જાગ્રત અવસ્થા છે અને તેના અનુભવના બળથી=જાગ્રત અવસ્થાના અનુભવના બળથી, પ્રક્ષીયમાણ=પ્રકૃષ્ટ ક્ષય પામતા એવા, તેઓ પ્રમાણ, વિપર્યય અને વિકલ્પો જ, સ્વપ્ન છે. વળી નિદ્રા અસંવેદ્યમાન-સંવેદન નહિ થતા, વિષયવાળી છે અર્થાત પ્રમાણ, વિપર્યય કે વિકલ્પોરૂપે સંવેદન નહિ પામતા વિષયવાળી નિદ્રા છે અને સ્મૃતિ પ્રમાણ, વિપર્યય, વિકલ્પ અને નિદ્રાનિમિત્ત છે અર્થાત્ પ્રમાણાદિ નિમિત્તે થાય છે. ll૧-૧૧ ભાવાર્થ : (૫) સ્મૃતિવૃત્તિનું સ્વરૂપ :
પ્રત્યક્ષ, આગમ અને અનુમાન પ્રમાણથી અનુભવ થયેલા વિષયોના સંસ્કારો આત્મામાં રહે છે, અને તેના દ્વારા ફરી તે પદાર્થ બુદ્ધિમાં ઉપસ્થિત થાય છે તે સ્મૃતિ છે. આ પ્રમાણે રાજમાર્તડકારે સ્મૃતિનું લક્ષણ કર્યું. તે લક્ષણમાં વિપર્યયનું, વિકલ્પનું અને નિદ્રાનું ગ્રહણ ન કર્યું તે ન્યૂનતા છે અથવા પ્રમાણેનાનુભૂતી વિષયસ્ય યોગસપ્રમો: સંરદ્વારા યુદ્ધાવુપારોહ: સા: કૃતિઃ' આ પ્રમાણે સ્મૃતિનું લક્ષણ કર્યું તેમાં ‘પ્રમાણેનાનુભૂતી'ના સ્થાને ‘પ્રમાવિનાનુભૂતી' પાઠ હોવો જોઈએ. જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર સ્મૃતિનું લક્ષણ :
જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર જ્ઞાન જીવનો સ્વભાવ છે અને તેના આવારક કર્મોથી જ્ઞાન આવૃત્ત છે. આવૃત્તજ્ઞાનકાળમાં બોધને અનુકૂળ એવા જીવના વ્યાપારથી તે તે આવરણના અપગમથી તે તે અંશનો બોધ થાય છે અને તે બોધ ઉપયોગકાળ સુધી રહે છે, ત્યારપછી તે ઉપયોગ નહિ હોવાથી તે બોધ વિદ્યમાન નથી, છતાં જે વસ્તુનો બોધ કર્યો હોય તે વસ્તુને જાણવા માટે ઊહ કરવામાં આવે તો પૂર્વના બોધનો વિષય શીધ્ર ઉપસ્થિત થાય છે, તેનું કારણ શિથિલમૂલવાળા અને ઊહ દ્વારા ઉપસ્થિત કરી શકાય તેવા બોધની સંસ્કારરૂપ ધારણા છે તેમ કહેવાય છે અને પૂર્વમાં અનુભવાયેલા અર્થને સંસ્કાર દ્વારા ઉપસ્થિત કરવામાં આવે ત્યારે સ્મૃતિ થાય છે તે સ્મૃતિરૂપ ધારણા છે. પાતંજલમતાનુસાર જાગૃત અવસ્થા, સ્વપ્નવસ્થા નિદ્રાઅવસ્થા અને સ્મૃતિઅવસ્થાના ભેદનું કથન :
રાજમાર્તડ વૃત્તિકાર ભોજદેવ જાગૃતઅવસ્થા, સ્વપ્ન અવસ્થા, નિદ્રાઅવસ્થા અને સ્મૃતિઅવસ્થાનો ભેદ બનાવે છે –