________________
૧૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૯-૧૦ વળી ઇન્દ્રિયને સન્મુખ રહેલો પદાર્થ જે આકારે રહેલો છે, તે આકારથી અન્યરૂપે ગ્રહણ થાય તો તે જ્ઞાન મિથ્યાજ્ઞાન-અયથાર્થજ્ઞાન છે.
બાહ્યપદાર્થો જે આકારરૂપે રહેલા હોય તે આકારરૂપ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થયા પછી કે અન્ય આકારરૂપે ગ્રહણ થયા પછી આ વસ્તુ મને ઇષ્ટ છે અને આ વસ્તુ મને અનિષ્ટ છે, એ પ્રકારનો જે જીવોને બોધ થાય છે તે બોધ પણ પરમાર્થથી વિકલ્પરૂપ છે; કેમ કે કોઈ બાહ્ય પદાર્થ જીવ માટે ઇષ્ટ પણ નથી અને અનિષ્ટ પણ નથી, પરંતુ જીવના જ્ઞાનનો વિષયમાત્ર છે તેથી શેય છે. આમ છતાં ‘આ મને ઇષ્ટ છે અને આ માટે અનિષ્ટ છે' તેવા વિકલ્પોને કારણે તે પદાર્થમાં રાગ-દ્વેષના ભાવો થાય છે તેથી આ પદાર્થ મને ઇષ્ટ છે, આ પદાર્થ મને અનિષ્ટ છે તે વિકલ્પજ્ઞાનરૂપ છે. I૧-૯IL.
અવતરણિકા :
निद्रां व्याख्यातुमाह - અવતરણિકાર્ય :
ક્રમ પ્રાપ્ત નિદ્રાવૃત્તિનું વ્યાખ્યાન કરવા માટે કહે છે – સૂત્ર:
अभावप्रत्ययालम्बना वृत्तिर्निद्रा ॥१-१०॥ સૂત્રાર્થ :
અભાવપ્રત્યયના આલંબનવાળી વૃત્તિ નિદ્રા છે. ll૧-૧oll ટીકા :
'अभावेति'-अभावप्रत्यय आलम्बनं यस्या वृत्तेः सा तथोक्ता । एतदुक्तं भवति-या सन्ततमुद्रिक्तत्वात्तमसः समस्तविषयपरित्यागेन प्रवर्तते वृत्तिः सा निद्रा, अस्याश्च सुखमहमस्वाप्समितिस्मृतिदर्शनात् स्मृतेश्चानुभवव्यतिरेकेणानुपपत्तेर्वृत्तित्वम् ॥१-१०॥ ટીકાર્ય :
૩માવપ્રત્યય વૃત્તિત્વ / અભાવપ્રત્યય બાહ્ય પદાર્થોના બોધનો અભાવ આલંબન છે જે વૃત્તિને તે તેવી કહેવાય છે અભાવ પ્રત્યય આલંબનવાળી કહેવાય છે.
આ કહેવાયેલું થાય છે – અંધકારનું સતત ઉદ્રિક્તપણું હોવાને કારણે સમસ્ત વિષયના પરિત્યાગથી જે વૃત્તિ પ્રવર્તે છે તે નિદ્રા છે, અને હું સુખપૂર્વક સુતેલો’ એ પ્રકારની સ્મૃતિનું દર્શન હોવાથી અને અનુભવ વગર સ્મૃતિની અનુપપત્તિ હોવાને કારણે આનું નિદ્રાનું, વૃત્તિપણું છે. ll૧-૧૦ ||