________________
૧૬
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૮-૯
સૂત્ર :
विपर्ययो मिथ्याज्ञानमतद्रूपप्रतिष्ठम् ॥१-८॥
સૂત્રાર્થ :
અતદ્રુપપ્રતિષ્ઠ એવું મિથ્યાજ્ઞાન વિપર્યય છે=વસ્તુના અયથાર્થ સ્વરૂપમાં રહેવાવાળું એવું જ્ઞાન વિપર્યય છે. II૧-૮॥
ટીકા :
'विपर्यय इति' - अतथाभूतेऽर्थे तथोत्पद्यमानं ज्ञानं विपर्ययः, यथा शुक्तिकायां रजतज्ञानम्, अतद्रूपप्रतिष्ठमिति, तस्यार्थस्य यद्रूपं तस्मिन् रूपे न प्रतितिष्ठति, तस्यार्थस्य यत् पारमार्थिकं रूपं न तत्प्रतिभासयतीति यावत्, संशयोऽप्यतद्रूपप्रतिष्ठत्वान्मिथ्याज्ञानम्, यथा स्थाणुर्वा પુરુષો વેતિ -૮
ટીકાર્ય :
અતથા ભૂતે .... વેતિ ૫ અતથાભૂત અર્થમાં તે પ્રકારે ઉત્પન્ન થતું જ્ઞાન વિપર્યય છે. જે પ્રમાણેશક્તિમાં રતનું જ્ઞાન.
તે અર્થનું જે રૂપ, તે રૂપમાં અપ્રતિષ્ઠ છે=રહેતું નથી-તે અર્થનું જે પારમાર્થિક સ્વરૂપ છે તે પ્રતિભાસતું નથી=જણાતું નથી તે અત ્રૂપ પ્રતિષ્ઠ છે.
સંશય પણ અતદ્રુપ પ્રતિષ્ઠપણું હોવાને કારણે=તે અર્થનું જે પારમાર્થિક સ્વરૂપ તે રૂપમાં રહેતું ન હોવાને કારણે, મિથ્યાજ્ઞાન છે. જે પ્રમાણે સ્થાણુ છે કે પુરુષ છે.
કૃતિ શબ્દ ટીકાના ક્શનની સમાપ્તિ સૂચક છે. ||૧-૮॥
ભાવાર્થ:
(૨) વિપર્યયવૃત્તિનું સ્વરૂપ :
યથાર્થબોધથી વિપરીત બોધ તે મિથ્યાજ્ઞાન છે. મિથ્યાજ્ઞાન કહેવાથી વિપરીત બોધની જ પ્રાપ્તિ થાય છે. સંશયની પ્રાપ્તિ થતી નથી તેથી સંશયનો વિપર્યયમાં અંતર્ભાવ કરવા માટે તદ્રુપપ્રતિષ્ઠ= ‘અતદ્રરૂપમાં રહેલું’ એ મિથ્યાજ્ઞાનનું વિશેષણ આપેલ છે; કેમ કે સંશય પણ જે પ્રકારે પદાર્થ છે તે પ્રકારના પદાર્થના બોધસ્વરૂપ નથી માટે વિપર્યયસ્વરૂપ છે. ૧-૮॥
અવતરણિકા :
विकल्पवृत्तिं व्याख्यातुमाह
અવતરણિકાર્ય :
ક્રમપ્રાપ્ત વિકલ્પવૃત્તિની વ્યાખ્યા કરવા માટે કહે છે