________________
૧૫
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૭-૮ એ વિષયમાં અનાભોગજ્ઞાન વર્તે છે જે અનધ્યવસાય સ્વરૂપ છે. કેટલાક જીવોને યથાતથા કરાયેલ પ્રતિક્રમણની ક્રિયાથી દિવસના થયેલા પાપો નાશ પામે છે એ પ્રમાણે વિપરીત બોધ થાય છે તે વિપર્યય જ્ઞાન છે અને જે જીવોને તીવ્ર સંવેગપૂર્વક કરાયેલા પ્રતિક્રમણથી દિવસના થયેલા પાપો નાશ પામે છે તેવા બોધ થાય છે તે અવિસંવાદી જ્ઞાન છે. આથી જ યથાર્થજ્ઞાનવાળા જીવો તીવ્રસંવેગપૂર્વક આલોચનામાં યત્ન કરે તો આલોચનાકાળમાં જ તે પાપ નાશ પામે છે છતાં કોઈક રીતે કોઈક સ્થાન અનાલોચિત રહેવાના કારણે તે સ્થાનને આશ્રયીને તીવ્રસંગ ન થયેલ હોય તો પ્રતિક્રમણકાળમાં તે સ્થાનને આશ્રયીને તીવ્રસંગ થવાથી તે પાપ નાશ પામે છે. વળી પ્રતિક્રમણકાળમાં કોઈક સ્થાનમાં અપ્રતિકાંત પાપ હોય તો તે પાપને આશ્રયીને કાયોત્સર્ગ દ્વારા થતા તીવ્રસંગથી તે પાપનો નાશ થાય છે. તેથી તેવા જીવોનું પ્રતિક્રમણનું યથાર્થ જ્ઞાન યથાર્થપ્રવૃત્તિનું કારણ બને છે. માટે યથાર્થ પ્રવૃત્તિનું કારણ બને તેવું જ્ઞાન પ્રમાણ છે.
પ્રમાણના ત્રણ ભેદો બતાવ્યા :- (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) આગમ, તેનું લક્ષણ કહે છે. (૧) પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ :
ઇન્દ્રિય દ્વારા બાહ્યવસ્તુનો સંપર્ક થાય ત્યારે તે બાહ્યવિષયરૂપ અર્થ સામાન્ય-વિશેષરૂપ છે, તેમાંથી વિશેષનો નિર્ણય કરવાને અનુકૂળ એવી ચિત્તની વૃત્તિ તે પ્રત્યક્ષ છે, તેથી ઇન્દ્રિયો દ્વારા બાહ્યપદાર્થોનો યથાર્થ બોધ થાય છે તે પ્રત્યક્ષપ્રમાણ છે. (૨) અનુમાનપ્રમાણનું લક્ષણ :
લિંગી સાથે ગ્રહણ થયો છે સંબંધ જેનો એવા લિંગથી લિંગીમાં સામાન્યરૂપ અધ્યવસાય તે અનુમાન છે. જેમ-અગ્નિની સાથે સંબંધવાળા એવા ધૂમરૂપ લિંગથી પર્વતરૂપ લિંગીમાં અગ્નિનો સામાન્યરૂપ અધ્યવસાય થાય છે અર્થાતુ પર્વતમાં અગ્નિ છે એ પ્રકારનો સામાન્ય અધ્યવસાય થાય છે તે અનુમાનપ્રમાણ છે. (૩) આગમપ્રમાણનું લક્ષણ :
આપ્તપુરુષોનું વચન આગમ છે=આપ્તપુરુષોના વચનથી થયેલો યથાર્થ બોધ આગમ પ્રમાણ છે. II૧-oll અવતરણિકા:
एवं प्रमाणरूपां वृत्तिं व्याख्याय विपर्ययरूपामाह - અવતરણિકાર્ય :
આ પ્રમાણે સૂત્ર-૭માં કહ્યું એ પ્રમાણે, પ્રમાણરૂપ વૃત્તિની વ્યાખ્યા કરીને વિપર્યયરૂપ વૃત્તિને બતાવે છે –