________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્રइन्द्रियद्वारेण बाह्यवस्तूपरागाच्चित्तस्य तद्विषयसामान्यविशेषात्मनोऽर्थस्य विशेषावधारणप्रधाना वृत्तिः प्रत्यक्षम्, सङ्गृहीतसम्बन्धाल्लिङ्गाल्लिङ्गिनि सामान्यात्मनाऽध्यवसायो ऽनुमानम्,
આસવનમાગમ: ।।o-II
૧૪
ટીકાર્ય :
અત્ર..... KTE: II અહીં=જગતમાં, પ્રમાણોનું પ્રત્યક્ષાદિ ત્રણ પ્રમાણોનું, અતિપ્રસિદ્ધપણું હોવાને કારણે શાસ્ત્રકાર દ્વારા=પાતંજલસૂત્રકાર દ્વારા, ભેદનિરૂપણથી પ્રમાણના ત્રણ ભેદો બતાવવાથી જ, લક્ષણનું ગતાર્થપણું હોવાથી=પ્રમાણના લક્ષણનો બોધ થઈ તો હોવાથી, તેનું લક્ષણ=પ્રમાણનું લક્ષણ, પૃથક્ કર્યું નથી.
વળી પ્રમાણનું લક્ષણ– “અવિસંવાદિ જ્ઞાન” પ્રમાણ છે.
ઇન્દ્રિય દ્વારા બાહ્ય વસ્તુના ઉપરાગથી ચિત્તની=બાહ્ય વસ્તુના સંબંધથી ચિત્તની, તેના વિષય એવા સામાન્ય-વિશેષરૂપ અર્થની વિશેષ અવધારણ પ્રધાન વૃત્તિ પ્રત્યક્ષ છે.
સંગૃહીત સંબંધવાળા=સમ્યગ્ ગ્રહણ કરાયેલ સંબંધવાળા, લિંગથી લિંગીમાં સામાન્યસ્વરૂપથી અધ્યવસાય અનુમાન છે.
આપ્તવચન આગમ છે. ||૧-૭
ભાવાર્થ :
પાતંજલદર્શનકાર ચિત્તની પાંચ વૃત્તિઓ માને છે તે સૂત્ર ૧-૫/૬માં કહ્યું તેમાં પ્રમાણરૂપવૃત્તિના ત્રણ ભેદો સ્વીકારે છે.
પાંચ પ્રકારની વૃત્તિઓનું સ્વરૂપ :
(૧) પ્રમાણવૃત્તિનું સ્વરૂપ :
અહીં પ્રશ્ન થાય કે, પ્રમાણનું લક્ષણ પ્રથમ કેમ ન બતાવ્યું ? તેથી રાજમાર્તંડ ટીકાકાર કહે છે કે, પ્રત્યક્ષાદિ ત્રણ પ્રમાણો અતિપ્રસિદ્ધ છે, તેથી પ્રમાણના ભેદોનું નિરૂપણ કરવાથી પ્રમાણના લક્ષણનો બોધ થઈ જાય છે, તેથી તેનું લક્ષણ પાતંજલસૂત્રકારે કરેલ નથી. છતાં ટીકાકાર પ્રમાણનું લક્ષણ બતાવે છે.
‘અવિસંવિજ્ઞાન પ્રમામ્’' અવિસંવાદી જ્ઞાન પ્રમાણ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, સંશય, વિપર્યય અને અનધ્યવસાય એ ત્રણે જ્ઞાનો છે, પરંતુ તે જ્ઞાનો પ્રમાણ નથી પરંતુ યથાર્થજ્ઞાન પ્રમાણ છે.
..
જેમ-પ્રતિક્રમણની ક્રિયાથી પાપનો નાશ થાય છે, તે વિષયમાં કોઈ પ્રકારનો ઊહ જેમને પ્રવર્તતો નથી પણ મુગ્ધતાથી પ્રતિક્રમણ ક્રિયા કરે છે તેવા જીવોને પ્રતિક્રમણની ક્રિયાથી પાપ નાશ પામે છે