________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૯
સૂત્રઃ
शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः ॥१-९॥
સૂત્રાર્થ :
શબ્દજ્ઞાનને અનુપાતી=અનુસરનાર, વસ્તુશૂન્ય અધ્યવસાય વિકલ્પ છે. ૧-૯
ટીકા ઃ
૧૭
'शब्देति'-शब्दजनितं ज्ञानं शब्दज्ञानं, तदनुपतितुं शीलं यस्य स शब्दज्ञानानुपाती, वस्तुनस्तथात्वमनपेक्षमाणो योऽध्यवसायः स विकल्प इत्युच्यते, यथा पुरुषस्य चैतन्यं स्वरूपमिति, अत्र देवदत्तस्य कम्बल इति शब्दजनिते ज्ञाने षष्ठ्या योऽध्यवसितो भेदस्तमिहाविद्यमानमपि समारोप्याध्यवसायः, वस्तुतस्तु चैतन्यमेव पुरुषः ॥१-९॥
ટીકાર્ય :
शब्दजनितं . પુરુષ: ।। શબ્દથી નિત એવું જ્ઞાન તે શબ્દજ્ઞાન, તેને અનુસરવાનો સ્વભાવ છે જેનો તે શબ્દજ્ઞાનુપાતી, વસ્તુના તથાપણાની અનપેક્ષા કરતો જે અધ્યવસાય તે વિલ્પ છે એ પ્રમાણે કહેવાય છે.
જે રીતે – ‘પુરુષનું ચૈતન્ય સ્વરૂપ' એ પ્રકારનો વચનપ્રયોગ વિક્લ્પરૂપ છે. પુરુષનું ચૈતન્યસ્વરૂપ વિકલ્પરૂપ કેમ છે ? તે સ્પષ્ટ કરે છે -
અહીં=‘પુરુષનું ચૈતન્ય' એ પ્રકારના પ્રયોગમાં ‘દેવદત્તની કંબલ' એ પ્રકારના શબ્દથી નિત ષષ્ઠી દ્વારા જે ભેદ અધ્યવસિત છે, તે અહીં=‘પુરુષનું ચૈતન્ય' એ પ્રમાણે પ્રયોગમાં અવિદ્યમાન પણ સમારોપ કરીને અધ્યવસાય કરાય છે. વસ્તુત: તો ચૈતન્ય જ પુરુષ છે. II૧-૯
ભાવાર્થ :
(૩) વિકલ્પવૃત્તિનું સ્વરૂપ :
વસ્તુ કેવા સ્વરૂપવાળી છે તેની અપેક્ષા રાખ્યા વગર શબ્દથી તે પ્રકારના સ્વરૂપનું જ્ઞાન કરવામાં આવે તે વિકલ્પ કેવાય છે. જેમ-જગતમાં શશશૃંગ નથી છતાં અનુમાન કરવા અર્થે કોઈ કહે કે શશશૃ નાસ્તિ તે વખતે શશશૃંગરૂપ પક્ષની ઉપસ્થિતિ વિકલ્પથી થાય છે. તેમ-‘પુરુષનું ચૈતન્ય’ આ પ્રમાણે પ્રયોગમાં પુરુષનો ચૈતન્યની સાથે ભેદ નથી છતાં ષષ્ઠીના પ્રયોગ દ્વારા ભેદનો અધ્યવસાય કરાય છે તેથી પુરુષનું ચૈતન્ય એ પ્રકારનો બોધ વિકલ્પથી થાય છે. વસ્તુતઃ તો ચૈતન્ય જ પુરુષ છે. વિશેષાર્થ :
ઇન્દ્રિયોને સન્મુખ રહેલો પદાર્થ જે આકારથી રહેલો છે અને જે સ્વરૂપે રહેલો છે, તે સ્વરૂપે તેનો બોધ થાય તે યથાર્થજ્ઞાન કહેવાય છે.