________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-પ-૬ સૂત્ર:
वृत्तयः पञ्चतय्यः क्लिष्टाक्लिष्टाः ॥१-५॥
સૂત્રાર્થ :
પાંચ પ્રકારની વૃત્તિઓ લિષ્ટ અને અક્લિષ્ટ બે ભેદવાળી છે. ll૧-પી. ટીકા?
'वृत्तय इति'-वृत्तयश्चित्तस्य परिणामविशेषाः, वृत्तिसमुदायरूपस्यावयविनो अवयवरूपा वृत्तयस्तदपेक्षया तयप्प्रत्ययः । एतदुक्तं भवति-पञ्च वृत्तयः, कीदृश्यः ?, क्लिष्टा अक्लिष्टाः, क्लेशैर्वक्ष्यमाणलक्षणैराक्रान्ताः क्लिष्टाः, तद्विपरीता अक्लिष्टाः ॥१-५॥ ટીકાર્થ :
વૃત્ત... તયપ્રત્યય: ચિત્તની વૃત્તિઓ પરિણામ વિશેષ છે. વૃત્તિના સમુદાયરૂપ જે અવયવ તેના અવયવરૂપ વૃત્તિઓ છે. તેની અપેક્ષાએ તયમ્ પ્રત્યય છે=પશ્ચતથ્ય:માં તયમ્ પ્રત્યય છે.
તકુi મવતિ – આ કહેવાયેલું થાય છે – પૐ ... વિત્નષ્ઠ: આ પાંચ વૃત્તિઓ છે – કેવા પ્રકારની પાંચ વૃત્તિઓ છે તે બતાવે છે –
વક્ષ્યમાણ સ્વરૂપ પાદ ૨-૩માં હેવાશે એવા ક્લેશ વડે આક્રાંત ક્લિષ્ટવૃત્તિઓ છે અને તેનાથી વિપરીત અક્લિષ્ટ વૃત્તિઓ છે. II૧-પા.
ભાવાર્થ :
ચિત્તવૃત્તિઓનું સ્વરૂપ :
જૈનસિદ્ધાંત અનુસાર જીવનો જે મતિજ્ઞાનનો ઉપયોગ છે તે ચિત્તવૃત્તિસ્વરૂપ છે અને તે ચિત્તવૃત્તિને પાતંજલદર્શનકાર પાંચ સ્વરૂપે વિભાગ કરે છે અને તે પાંચ વૃત્તિઓ ક્લિષ્ટ પણ હોય છે અને અશ્લિષ્ટ પણ હોય છે. આત્મકલ્યાણને સાધવા માટે પ્રવર્તતી તે ચિત્તની વૃત્તિઓ અલિપ્ત હોય છે અને તેનાથી વિપરીત વૃત્તિઓ ક્લિષ્ટ હોય છે અને ક્લિષ્ટ વૃત્તિઓમાં જે ક્લેશો છે તે પાતંજલદર્શનકાર પાદ-૨, સૂત્ર-૩માં બતાવશે. ll૧-પા અવતરણિકા:
एता एव पञ्च वृत्तय: संक्षिप्योद्दिश्यन्ते - અવતરણિકાર્ય :
સંક્ષેપ કરીને આ સૂત્ર ૧-૫માં કહેલ એ જ, પાંચ વૃત્તિઓ ઉદેશ કરાય છે અર્થાત્ સંક્ષેપથી કહેવાય છે –