________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૩-૪-૫
ટીકાર્ય :
.....
इतरत्र . પુરુષ: ।ઇતરત્ર-યોગથી અન્યકાળમાં આગળમાં ક્લેવાશે તેવા સ્વરૂપવાળી જે વૃત્તિઓ તેમની સાથે સારૂપ્ય=ત ્પપણું, દૃષ્ટાનું છે.
આ અર્થ છે – જેવા પ્રકારની સુખ-દુ:ખ અને મોહસ્વરૂપ વૃત્તિઓ પ્રગટ થાય છે, તેવા રૂપવાળો જ પુરુષ વ્યવહર્તા વડે-વ્યવહાર કરનાર વડે, સંવેદન કરાય છે.
બંને સૂત્રનો ફલિતાર્થ કહે છે
तदेवं શ્રૃત્તમ્ । આ રીતે એકાગ્રપણાથી પરિણત એવા જેમાં=જે ચિત્તમાં, વિવિક્ત એવો=પ્રકૃતિથી પૃથક્ એવો પુરુષ, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે અને ઇન્દ્રિયોની વૃત્તિ દ્વારા વિષયાકારથી પરિણત એવા માં=જે ચિત્તમાં, પુરુષ તદાકાર જેવો પરિભાવન કરાય છે અર્થાત્ વિષયાકાર જેવો પરિભાવન કરાય છે. જે પ્રમાણે-ચાલતા એવા લના તરંગોમાં ચાલતા એવા ચંદ્રની જેમ પ્રતિભાસન થાય છે તે ચિત્ત છે. ||૧-૪||
ભાવાર્થ :
*****
પાતંજલમતાનુસારચિત્તવૃત્તિનિરોધકાળમાં દષ્ટા એવા પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન વ્યુત્થાનદશામાં વૃત્તિઓ સાથે તરૂપપણું :
૧૧
અને
ચિત્તવૃત્તિના નિરોધકાળમાં દષ્ટા એવો પુરુષ ચિન્માત્રરૂપ પોતાના સ્વરૂપમાં અવસ્થાનવાળો હોય છે, અને અન્યકાળમાં=ચિત્તવૃત્તિનો નિરોધ નથી તે કાળમાં, આગળમાં કહેવાશે તે પાંચ વૃત્તિઓ સાથે સારૂપ્યવાળો પુરુષ હોય છે.
वृत्तिपदं व्याख्यातुमाह
પાતંજલમતાનુસાર પુરુષ સદા નિર્લેપ છે, આમ છતાં જેમ ચંદ્ર પાણીમાં પ્રતિબિંબિત થતો હોય અને પાણીના ચલનના કારણે ચંદ્રનું ચલન ભાસે છે. પરમાર્થથી આકાશમાં રહેલો ચંદ્ર સ્થિર છે, તેમ પુરુષ સદા પોતાના સ્વરૂપમાં જ રહેલો છે, તોપણ પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે અને તે બુદ્ધિ આગળમાં કહેવાશે તે વૃત્તિવાળી હોય છે, ત્યારે પુરુષ તે વૃત્તિવાળો છે એમ ભાસે છે તેને આશ્રયીને પાતંજલદર્શનકાર કહે છે કે જ્યારે ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે ત્યારે પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય છે અને જ્યારે ચિત્તવૃત્તિનો નિરોધ નથી ત્યારે પુરુષ વૃત્તિઓના સારૂપ્યવાળો ભાસે છે તે ચિત્ત છે. II૧-૩/૪
અવતરણિકા :
અવતરણિકાર્ય :
સૂત્ર-૨માં ‘ચિત્તવૃત્તિનિરોધ' યોગનું લક્ષણ બતાવ્યું. ત્યારપછી ‘ચિત્ત’ શું છે તેનું સ્પષ્ટીકરણ સૂત્ર-૩/૪માં કર્યું. હવે તે ચિત્તની વૃત્તિઓ કેટલી છે તે બતાવવા અર્થે કહે છે –