________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨ | સૂત્ર-૧-૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી એકાગ્રતા અને નિરુદ્ધ ચિત્તવૃત્તિ વચ્ચેના ભેદનું સ્પષ્ટીકરણ :
એકાગ્રતા અને નિરુદ્ધ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે –
એકાગ્રતાકાળમાં ઇન્દ્રિયોની અને મનની બહિવૃત્તિનો નિરોધ છે, તેથી યોગી શાસ્ત્રવચન અનુસાર બહિવૃત્તિનો વિરોધ કરીને આત્માના સ્વભાવમાં જવાના ઉદ્યમવાળા થાય છે અને નિરુદ્ધમાં માત્ર બહિવૃત્તિનો નિરોધ નથી પરંતુ બહિરંગવૃત્તિ અને અંતરંગવૃત્તિ એમ સર્વવૃત્તિઓનો અને સંસ્કારોનો પ્રવિલય=નાશ છે, તેથી આત્મસ્વરૂપમાં પ્રતિષ્ઠાન છે. ll૧-રા. સૂત્ર ૧ - ૧/૨ ઉપર ઉપાધ્યાય મહારાજની ટિપ્પણરૂપ વ્યાખ્યા :
ऐन्द्रवृन्दनतं नत्वा वीरं सूत्रानुसारतः । वक्ष्ये पातञ्जलस्यार्थं साक्षेपं प्रक्रियाश्रयम् ॥१॥
[य.] व्याख्या-सर्वशब्दाग्रहणेऽप्यर्थात्तल्लाभादव्याप्तिः सम्प्रज्ञात इति "क्लिष्टचित्तवृत्तिनिरोधो योग" इति लक्षणं सम्यग्, यद्वा "समितिगुप्तिसाधारणं धर्मव्यापारत्वमेव योगत्वम्" इति त्वस्माकमाचार्याः । तदुक्तम् – 'मुक्खेण जोयणाओ जोगो सव्वो वि धम्मवावारो' [ योगविंशिका IT. ] અર્થ :
સર્વશદ્ .... ઘમ્પવાવા'' પાતંજલસૂત્રમાં સર્વ શબ્દનું અગ્રહણ હોવા છતાં પણ અર્થથી સર્વ શબ્દનો લાભ હોવાને કારણે પાતંજલદર્શનકારે કરેલું યોગનું લક્ષણ સંપ્રજ્ઞાતસમાધિમાં અવ્યાપ્ત છે, તેથી “ક્લિષ્ટ-ચિત્તવૃત્તિનો નિરોધ” યોગ છે એ પ્રકારનું લક્ષણ સમ્યક પ્રાપ્ત થાય, અથવા “સમિતિ-ગુપ્તિ સાધારણ ધર્મવ્યાપારપણું જ યોગત્વ છે,” એ પ્રમાણે અમારા આચાર્યો કહે છે.
તે કહેવાયું છે – “મોક્ષની સાથે યોજન હોવાના કારણે સર્વ પણ ધર્મવ્યાપાર યોગ છે.” ભાવાર્થ : પાતંજલદર્શનકારે કરેલ “ચિત્તવૃત્તિનિરોધરૂપ” યોગના લક્ષણમાં અસ્પષ્ટતા બતાવીને “કિલષ્ટ ચિત્તવૃત્તિનો નિરોધ યોગ” છે, એ પ્રમાણે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજનું સમાલોચન :
પાતંજલદર્શનકારે ચિત્તવૃત્તિના નિરોધરૂપ યોગ” છે એમ કહ્યું, પરંતુ સર્વચિત્તવૃત્તિનો નિરોધ યોગ છે તેમ કહ્યું નથી, તોપણ અર્થથી સર્વ ચિત્તવૃત્તિના નિરોધરૂપ યોગ છે તે પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે અને તેમ ન સ્વીકારવામાં આવે તો પાતંજલદર્શનકાર પ્રજ્ઞાતસમાધિ અને અસંપ્રજ્ઞાતસમાધિ એમ બે પ્રકારની સમાધિ માને છે તેમાંથી સંપ્રજ્ઞાતસમાધિમાં આ યોગનું લક્ષણ સંગત થાય નહીં, પરંતુ અસંપ્રજ્ઞાતસમાધિમાં જ સર્વચિત્તવૃત્તિનો નિરોધ છે માટે અસંપ્રજ્ઞાતસમાધિ જ યોગરૂપ બને તેથી ‘ક્લિષ્ટ્રચિત્તવૃત્તિનો નિરોધ’ યોગ છે એ પ્રમાણે પાતંજલદર્શનકારે લક્ષણ કરવું જોઈએ તેથી તે લક્ષણ સંપૂર્ણ યોગમાં સંગત થાય અને ‘ક્લિચિત્તવૃત્તિનો નિરોધ’ યોગ સ્વીકારવામાં આવે તો