________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨ ભાવાર્થ : યોગ શબ્દનો અર્થ :
પાતંજલયોગસૂત્ર ૧-૨માં કહેલ યોગ શબ્દનો અર્થ કરે છે –
નિર્મળસત્ત્વના પરિણામરૂપ ચિત્તની જે વૃત્તિઓ છે, તેમનો નિરોધ યોગ છે અને યોગમાં જે ચિત્તવૃત્તિનો નિરોધ છે તે સર્વ પ્રાણીઓની સર્વ ચિત્તવૃત્તિનો ધર્મ છે, છતાં તે ધર્મ ક્યારેક કોઈ જીવની બુદ્ધિ ભૂમિમાં આવિર્ભાવ પામે છે, સદા આવિર્ભાવ પામતો નથી.
કેમ સર્વ પ્રાણીના ચિત્તમાં ચિત્તવૃત્તિનો ધર્મ હોવા છતાં નિરોધ આવિર્ભાવ પામતો નથી, તેથી કહે છે – ચિત્તની ભૂમિઓનું વર્ણન:
ચિત્તની ભૂમિઓ કઈ છે તે બતાવવા અર્થે રાજમાર્તડ વૃત્તિકાર ભોજદેવ ક્ષિપ્તાદિ પાંચ ચિત્તની ભૂમિઓ છે એમ કહે છે. તે આ પ્રમાણે – (૧) ક્ષિપ્ત, (૨) મૂઢ, (૩) વિક્ષિપ્ત, (૪) એકાગ્ર અને (૫) નિરુદ્ધ.
આ પાંચ ચિત્તની ભૂમિઓમાંથી ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત આ ત્રણ ચિત્તની ભૂમિઓ સમાધિમાં ઉપયોગી નથી અને એકાગ્ર અને નિરુદ્ધ આ બે ચિત્તની ભૂમિઓ સમાધિમાં ઉપયોગી છે, તેથી જે જીવોમાં એકાગ્રતા અને નિરુદ્ધ પરિણામ વર્તે છે તે જીવોની ચિત્તભૂમિમાં યોગ પ્રગટ થાય છે. સત્ત્વાદિના ક્રમ અને વ્યુત્કમનો અભિપ્રાય :
અહીં સત્ત્વ, રજ અને તમ આ ત્રણનો ક્રમ અને વ્યુત્કમ કહેવા પાછળ આ અભિપ્રાય છે –
આત્મા માટે રજ અને તમે બંને અત્યંત હેય છે. અને રજ અને તમમાં પણ તમને પ્રથમ ન કહેતાં રજને પ્રથમ કેમ કહ્યું તેથી કહે છે –
રજથી પ્રવૃત્તિ થાય છે અને તમથી નિવૃત્તિ થાય છે, કેમ કે તમ અંધકારતુલ્ય છે, અને જ્યાં સુધી પ્રવૃત્તિ બતાવાય નહિ, ત્યાં સુધી નિવૃત્તિ બતાવી શકાય નહિ. તેથી રજ અને તમમાં પહેલા રજ કહ્યું અને ત્યારપછી તેમ કહ્યું છે. રજ અને તમમાં તમ અધિક હેય હોવા છતાં રજને પ્રથમ કહ્યું તે બુકમ છે; કેમ કે પ્રવૃત્તિસ્વરૂપ રજ બતાવ્યા સિવાય નિવૃત્તિસ્વરૂપ તમ બતાવી શકાય નહિ માટે વ્યુત્ક્રમથી કથન કરેલ છે. એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તભૂમિમાં યોગનો સંભવઃ
વળી સત્ત્વના ઉત્કર્ષથી યોગને ઉપયોગી એવી ઉત્તરની એકાગ્ર અને નિરુદ્ધ એ બે ભૂમિઓ પ્રગટે છે અને સત્ત્વના ઉત્કર્ષથી પ્રગટ થનારી ઉત્તરની બે ભૂમિઓમાં એકાગ્રતાપરિણામરૂપ યોગ નિરુદ્ધઅવસ્થામાં ઉત્કર્ષવાળો થાય છે, માટે યોગનો સંભવ એકાગ્ર અને નિરુદ્ધ આ બે ચિત્તની ભૂમિમાં છે. ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત આ ત્રણ ચિત્તની ભૂમિમાં યોગનો સંભવ નથી.