________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧-૨ આ રીતે યોગનો અર્થ કર્યા પછી “અનુશાસન'નો અર્થ કરે છે.
લક્ષણ, ભેદ, ઉપાય અને ફળવડે જેનાથી વ્યાખ્યાન કરાય તે અનુશાસન વ્યાખ્યાન છે અને પ્રસ્તુત ગ્રંથમાં લક્ષણાદિથી યોગનું વ્યાખ્યાન કરાય છે, અને તે યોગનું વ્યાખ્યાન પ્રસ્તુત ગ્રંથની સમાપ્તિ સુધી અધિકૃત છે એમ જાણવું.
આ રીતે પ્રસ્તુત સૂત્રમાં રહેલ મથ, યોગા અને અનુશાસન શબ્દનો અર્થ કર્યા પછી આ સૂત્રથી અભિધેય શું છે? તે સ્પષ્ટ કરે છે –
શાસ્ત્રનો અભિધેય શાસ્ત્રથી કહેવા યોગ્ય વિષય, વ્યુત્પાદ્યપણાથી સાધનસહિત, ફળ સહિત યોગ છે; કેમ કે ‘યોગનું વ્યાખ્યાન કરશું' એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી, તેનાથી માત્ર યોગ અભિધેય નથી, પરંતુ યોગના સાધન અને યોગના ફળ સહિત એવો યોગ અભિધેય છે અને તેનું વ્યુત્પાદન યોગનું આત્મામાં નિષ્પાદન, એ શાસ્ત્રના અધ્યયનું ફળ છે અને શાસ્ત્રથી યોગનો બોધ કર્યા પછી આત્મામાં વ્યુત્પાદિત એવા યોગનું ફળ કૈવલ્ય છે=પ્રકૃતિથી આત્માની પૃથક પ્રાપ્તિરૂપ આત્માનું કૈવલ્ય ફળ છે.
શાસ્ત્ર અને અભિધેય એવા યોગ એ બેની વચ્ચે પ્રતિપાદ્ય-પ્રતિપાદકભાવસ્વરૂપ સંબંધ છે અર્થાત્ શાસ્ત્ર પ્રતિપાદક છે અને શાસ્ત્રથી પ્રતિપાદ્ય એવો યોગ છે માટે શાસ્ત્ર અને યોગની વચ્ચે પ્રતિપાદ્યપ્રતિપાદકભાવ સંબંધ છે.
શાસ્ત્રથી અભિધેય એવા યોગનું અને યોગના સેવનના ફળરૂપ કૈવલ્યનો સાધ્ય-સાધનભાવસ્વરૂપ સંબંધ છે અર્થાત્ યોગ સાધન છે. પ્રકૃતિથી આત્માની પૃથક પ્રાપ્તિરૂપ કૈવલ્ય સાધ્ય છે, તેથી યોગ અને યોગના ફળ વચ્ચે સાધ્ય-સાધનભાવ સંબંધ છે.
આનાથી એ કહેવાયેલું થાય છે કે, શાસ્ત્રથી વ્યુત્પાદ્ય એવા=કહેવા યોગ્ય એવા, યોગના સાધનો શાસ્ત્રથી બતાવાય છે અને તે સાધનોથી સિદ્ધ તે સાધનોના સેવનથી આત્મામાં પ્રગટ થતો યોગ કૈવલ્યનામના ફળને પ્રગટ કરે છે=આત્માને મુક્તિ પ્રાપ્ત કરાવે છે. I૧-૧ાા અવતરણિકા:
तत्र को योग इत्यत आह - અવતરણિતાર્થ : પાતંજલયોગસૂત્ર ૧-૧માં યોIનુશાસનમ્ કહ્યું ત્યાં યોગ શું છે ? એથી કહે છે –
સૂત્ર :
યોગશ્ચિત્તવૃત્તિનિરોધ: I?-રા