________________
[ ૨૦ ]
શ્રી કરવિજયજી જેનું મુખ મલિન રહે છે અને જીવઘાતવડે જેની કાયા મલિન વર્તે છે તેને ગંગા પણ પવિત્ર કરી શકતી નથી. એવા મલિન જીવો ધર્મને લાયક નથી અને ધર્મ સેવ્યા વગર કદાપિ શુદ્ધિ નથી.
ક્રોધ-કષાયથી થતી હાનિ-તાવ એક દિવસમાં છે માસના તન-તેજને હરી લે છે તેમ ક્રોધ કષાય એક ક્ષણમાં કોડપૂર્વથી સંચિત કરેલ સુકૃતને ક્ષય કરે છે.
મુક્તિ શાથી?–દેહરૂપ જેલમાં દુષ્ટ ચેકીદાર જેવા ચાર કષાયે જ્યાં સુધી જાગતા રહે છે ત્યાંસુધી જનોને મોક્ષ શી રીતે મળે? કષાયના ક્ષયથી જ મુક્તિ મળે છે.
ભાવમાં ભગવાન–ભાવમાં ભગવાન વસે છે. પાષાણુમાં, માટીમાં, રત્નમાં કે સુવર્ણમાં દેવ વસતા નથી, તેથી ભાવ જ પ્રધાન કારણ છે.
જન્મની નિષ્ફળતા–દીન( દુઃખી) જનેને યથાચિત સહાય આપી ઉદ્ધર્યા નહીં, સમાન ધર્મસેવી સાધમી જનની સેવા-ભક્તિ બજાવી નહીં અને હૃદયમાં વીતરાગદેવને ઘાય નહિં તો અમૂલ્ય માનવભવ હારી ગયા. પછી આવી ધર્મસામગ્રી સાંપડવી મુશ્કેલ સમજવી.
પાત્રનું માપ–ઉત્તમ પાત્રરૂપ સંત-સાધુજનોને, મધ્યમ પાત્રરૂપ સુશ્રાવકજનને અને જઘન્ય પાત્રરૂપ અવિરતિ સમ્યગૃષ્ટિ જનોને જાણવા અને તેમની યથાયોગ્ય સેવાભકિતને સપ્રેમ લાભ લે.
પ્રભુપૂજાથી પુન્યફળ–દેવનિર્માલ્ય(પુષ્પાદિક) જયણા