________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૫૯ ] શ્રેષ્ઠ તપ ને ત્યાગ (દાન ) ધર્મ ઈચ્છાને રોકવી તેનું નામ તપ છે. ધર્મની આરાધનામાં તપ પ્રધાન છે. જેમ સુવર્ણ અગ્નિમાં તપાવ્યાથી મેલ છોડી શુદ્ધ થાય છે તેમ દ્વાદશવિધ તપના પ્રભાવથી આભા કર્મમળ રહિત થાય છે. અજ્ઞાની મિથ્યાષ્ટિ જીવ દેહને પંચાગ્નિવડે તપાવે છે તેમ જ અનેક પ્રકારે કાયકલેશ કરે છે, તેમ છતાં તેથી અપ નિજેરા કરે છે, ત્યારે જ્ઞાની સમ્યગૂદષ્ટિ જીવ અહિંસા અને સંયમ સહિત જે તપ કરે છે તેથી તેને ઘણું નિર્જરા થાય છે. તપના આચરણથી આત્મા કર્મમળ રહિતનિર્મળ થાય તે તપ પ્રશંસવા ગ્ય છે. તેવું જ તપાચરણ કરવું કે જેમાં દુર્ગાન થવા ન પામે, સંયમયેગમાં ખામી ન આવે, તેમ જ ઈદ્રિ ક્ષીણ-શકિતહીન ન થાય, પંચવિધ સ્વાધ્યાય બન્યા બળે રહે, પરમાતમાના ગુણનું ચિન્તવન બન્યું રહે, ક્રોધાદિક કષાયે મંદ પડે અને ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતેષાદિકવડે આત્માથી પણે વિનય–વૈયાવચ્ચે જ્ઞાન-ધ્યાનાદિ વેગે જેમ પ્રભુઆજ્ઞાનું પાલન-આરાધન રૂડી રીતે થવા પામે. આવા તપસ્વીની ઈન્દ્રાદિક પણ સ્તુતિ કરે છે. ભક્તિ સાથે યોક્ત તપને સંગ થતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તપને અચિત્ય પ્રભાવ છે. મનુષ્યજન્માદિક દુર્લભ સામગ્રી પામીને જેને રાગાદિકની મંદતા થઈ છે તથા વિષયની આસક્તિ દૂર થઈ છે તેને તપધર્મ સફળ થાય છે. તપ બાર પ્રકારે છે, તેમાં યથાશકિત પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી પિત્ત, કફાદિકને પ્રકોપ થ ન હોય તથા ગાદિક વૃદ્ધિ પામ્યા ન હોય ત્યાં સુધી રત્નત્રયીની સાધનામાં બાધા ન આવે તેમ સંઘયણ બળ-વીર્ય વિચારી શક્તિ પ્રમાણે તપ