________________
[ ૨૩૨ ]
શ્રી કરવિજયજી સેવન કરનારના જે હાલહવાલ થાય છે તે જોઈ-જાણીને પણ સુજ્ઞ જનેએ સવેળા ચેતીને ચાલવું ઘટે છે. સહદય જનને એથી વધારે શું કહેવું?
૫ પાશવવૃત્તિનું કાયમ સેવન કરનારા અનેક આકરા ક્ષયાદિક રેગોને જાતે જ વહોરી લે છે. તેવા મૂઢજનેને જવલેજ સંતતિ થવા પામે છે. અને જે કદાચ થાય છે તે તે સાવ તકલાદી-સત્વ વગરની નમાલી હેઈને બહુધા બીજને ઉપયોગી થવાને બદલે બોજારૂપ થાય છે અને વળી વારસામાં માતપિતાને લાગુ થયેલ ક્ષયાદિક રોગથી પણ પ્રાયે બચવા પામતી નથી. આવી ભારે હાનિ સ્વછંદતાથી વીર્યને વિનાશ કરવાવડે થાય છે.
૬ સામાન્ય રીતે પુત્રના શરીરનો બાંધે ૨૫ વર્ષે અને પુત્રીને ૧૬ વર્ષે બંધાઈ રહે છે. તે પહેલાં તેમની કાચી વયે કેવળ મોહવશ લગ્ન કરી દેવાં સુજ્ઞ અને હિતસ્વી માબાપને વ્યાજબી નથી.
૭ કાચી વયે કાર્ચ બાંધે છતાં લગ્ન થવાથી અનેક પુત્રપુત્રીઓ અકાળે મૃત્યુવશ થાય છે, ત્યારે માતપિતા પસ્તાય છે ખરા પણ તે નકામો પસ્તાવો કરવાથી વળે શું? બગડી કંઈ સુધરી શકે ખરી? નહીં જ. પાણી પીધા પછી ઘર પૂછવાથી શું વળે?
૮ આટઆટલું વીતવા છતાં મૂઢજનોની આંખે ઉઘડતી નથી, પકડેલું ગદ્ધાપુંછ તેઓ તજતા નથી અને ઉન્માદવ પિતાની પ્રજાની જિંદગી ધૂળધાણું કરી નાંખે છે, છતાં વળી તેમાં બહાદુરી સમજે છે તે શરમની વાત છે.