________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૬૭ ) આપણી સામાજિક શોચનીય સ્થિતિ. ૧ આપણે વિવિધ પ્રકારની નિબળતા આપણને કેટલી બધી નડે છે–પાછા પાડે છે તેને ખ્યાલ કરી, આપણું સ્થિતિ વધારે ખરાબ થતી અટકે એવી સુધારણા જરૂર કરશે.
૨ “આગળ બુદ્ધિ વાણીઓ ને પાછળ બુદ્ધિ વિપ્ર એ જૂની કહેવતને સાચી કરી દેખાડવા જેવો દમ કોઈ સ્થળે તમને દેખાય છે ? એથી ઊલટો જ દેખાવ જ્યાં ત્યાં જોવા મળતાં તમને અંતરમાં કશી લાગણી કેમ થતી નથી ?
૩ થવા પામેલી આપણી વિવિધ નિર્બળતાનાં ખરાં કારણે શોધવા ને મીટાવવા સહદય શાસન પ્રેમી જનેએ ખરેખર કેડ કસી દ્રઢ પ્રયત્ન કરવા મંડવું જોઈએ.
૪ આવી ને આવી ભયંકર ઉપેક્ષા કર્યા કરવી એ કેટલી બધી ઘાતક બનતી જાય છે તેને આંખ મીંચી વિચાર કરે.
૫ તમે ત્યાગી સાધુ-સાધ્વી છે કે ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકા હે; પરંતુ જેનશાસનના અંગરૂપ લેખાતા હોવાથી આપણું બાઢા-અંતર સ્થિતિનું આંખ ઉઘાડી અવલોકન કરી જોઈ આટલું અજબ પરિવર્તન થયાના કારણ શોધી કાઢીને સુધારવા સાવ ઉપેક્ષા કરવી ન જ ઘટે. એથી તે વધારે ભયંકર સ્થિતિ ઊભી થવા પામશે. તેથી જ અગમચેતી વાપરી સાવધાન થવાની જરૂર છે.
૬ આપણે દયાધર્મને દાવો કરી સેંકડે સ્થળે પાંજરાપોળો વિગેરે નિભાવવા લાખ દ્રવ્યનું ખર્ચ કરતા રહીએ છીએ; પરંતુ તેને માટે જોઈતી વ્યવસ્થાની ખામીને લીધે તેની બહુ જ ઓછા પ્રમાણમાં સાર્થકતા થઈ શકે છે, અને ઘટતી કાળજી અને લાગણી વગર તેમાંને ઘણે પૈસા બરબાદ જાય છે. છતી શક્તિએ તેવી ઉપેક્ષા કર્યા કરવાથી કેટલું બધું વધારે નુકશાન