________________
[ ૨૭૬ ]
શ્રી કપુ'વિજયજી
તથા ઘણું! કુટુંબ પરિવાર, દશે દિશામાં કીર્તિનુ વિસ્તરવું, ઉપરાંત સાંસારિક વસ્તુ ઉપરના વધારે પડતા રાગને વેગ કમી થાય—એવું મહાફળ જેના યાગથી નીપજે તેવી નિર્દોષ ક્રયામાં મારું મન વાસ કરી રહ્યા.
૨૫. અતિશયશાળીની પેઠે જેથી ઇન્દ્ર-નરેન્દ્રો પણ સેવાભક્તિ કરે, અષ્ટ સિદ્ધિ ને નવ નિધિ વાધે તથા તેજ-પ્રતાપ જેથી ખૂબ વધવા પામે, જ્ઞાનરૂપ રવિ નિજ ઘટ અંતર પ્રગટે, જેથી મિથ્યાત્વ અંધકાર સર્વથા નાશે, આવા પ્રકારનું મહાફળ જેથી પ્રગટે એવી નિર્દોષ દયામાં મારૂં મન રમા, સદા વાસ કરી રહા. એવી શુદ્ધ સાત્ત્વિક દયાના આરાધનવડે સ્વપર હિત–કલ્યાણુમાં સદા અભિવૃદ્ધિ થયા કરેા એ જ ભાવના.
૨૬. કેાઈ અજ્ઞાની જીવ મેાક્ષ મેળવવા કંઈક જાતના કષ્ટ કરે છે તે સાચા જ્ઞાન યા જાણુપણા વગર બહુ જીવને સંતેાષ ઉપજાવે છે. હાથ ઊંચા અને સુખ નીચે રાખી ખૂલતેા રહે છે. પંચાગ્નિ સળગાવી પેાતાની કાયાને તપાવે છે. કેાઈ વળી ફળફૂલનું ભક્ષણ કરી રહે છે અને અણુગલ પાણીમાં પડી નિત્ય સ્નાન કરે છે. આમ કરુણાભાવ વગરની કરણી કરનાર પરમાત્મસ્વરૂપને શી રીતે પામી શકે ? તેથી કરૂણાભાવ માદરવા અને એ રીતે પરમાત્મસ્વરૂપ પામવા ઉપદેશ કરે છે.
૨૭. સર્વે જીવાને સ્વઆત્મા સમાન લેખી અન્ય કાઈને પીડા ન ઉપજાવે, જ્ઞાન સરૈાવરમાં નિત્ય સ્નાન કરે અને સમતા ગુણુ ધારી મમતા મળને દૂર કરે, અલ્પ-પરિમિત ને નિષણુ-દ્વેષ રહિત આહાર ગવેષી લાવીને કરે, યાગાનલ