________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૯૭ ] નારકની પાંચસો ધનુષ્યની સમજવી. (જઘન્ય અવગાહના તો ઉત્પાદકાળે આગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમજવી.)
પૂર્વોક્ત ભવસ્થિતિ અને અવગાહના આશ્રી વિશેષ હકીકત, કાયસ્થિતિ, પ્રાણ, પતિઓ અને વેશ્યાઓ ઈત્યાદિક સંબંધી વિશેષ અધિકાર શ્રુતસાગર( વિશાળ આગ )થી જાણવા રોગ્ય છે. હવે મિથ્યાષ્ટિ પ્રમુખ ચૌદ ગુણસ્થાનકોના સ્થિતિ કાળ બતાવે છે. તેમાં મિથ્યાત્વને ત્રણ પ્રકારે સ્થિતિકાળ શાસ્ત્રકારે બતાવ્યો છે, તે આ પ્રમાણે–૧ અનાદિ અનંત, ૨ અનાદિરાન્ત અને ૩ સાદિસાન્ત તેમાં અભ પહેલાં ભાંગે, અને ભવ્ય બીજા ત્રીજા ભાગે જાણવા. અભવ્યોને મિથ્યાત્વની આદિ તેમજ એરત નથી માટે અનાદિ અનંત ભાંગે તેમને લાગુ પડે છે અને અનાદિ મિથ્યાષ્ટિ ભવ્યને સમ્યકત્વ પ્રાપ્ત થયે છતે મિથ્યાત્વને અંત થવાથી અનાદિ. સાન્ત (બીજો) ભાંગે, તેમજ સમતિ પામેલા જે ભવ્ય મિથ્યાત્વ પામે અને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન અર્ધ પુદગલપરાવર્ત પર્યત મિથ્યાત્વમાં રહીને ફરી સમકિત પામે તેમને આશ્રી સાદિસાત ભાંગે જાણ. સાસ્વાદન(સમક્તિ)ને છ આવળી પ્રમાણુ સ્થિતિકાળ ઉત્કૃષ્ટ જાણો. તે (સાસ્વાદન) અનંતાનુબંધી કષાયને ઉદય થયે છતે ઉપશમ સમકિતને વમતે મિથ્યાત્વ નહી પ્રાપ્ત થયેલાને હોઈ શકે છે. અવિરત સમકિતદૃષ્ટિને (ઉત્કૃષ્ટ) સ્થિતિકાળ સાધિક તેત્રીશ સાગરોપમ કહ્યો છે. દેશવિરતિ અને સગી કેવળીને સ્થિતિકાળ કંઈક ન્યૂન પૂર્વક્રોડ, અગી કેવળીને સ્થિતિકાળ અ, ઇ, ઉ, ત્રા, લુ, લક્ષણ પાંચ હસ્વ સ્વર ઉચારપ્રમાણે, મિશ્ર અને પ્રમત્તાદિક