________________
[ ૩૧૨ ]
શ્રી કરવિજયજી નથી એવું અંતઃકરણ કરે, તે કયે છતે મિથ્યાત્વ મોહનીયની બે સ્થિતિ થાય–પહેલી અંતર્મુહૂર્ત પ્રમાણ વેદાની સ્થિતિ અને બીજી અંતરકરણથી ઉપરલી બાકીની સ્થિતિ. અંતમુહૂર્ત પ્રમાણ કાળે કરી પ્રથમ સ્થિતિ વેદાઈ રહે છતે અંતરકરણના પહેલા સમયે જ મિથ્યાત્વ મેહનીયના દળીયાના ઉદયને અભાવ હોવાથી તે જીવને ઔપશમિક સમક્તિ પ્રાપ્ત થાય છે. તેમજ જે સમકિતથી વી-પડો મિથ્યાત્વ પામેલે સાદિ મિથ્યાદષ્ટિ જીવ સમતિમોહન અને મિશ્રમેહની બંને પુજેને મિથ્યાત્વમાં ક્ષેપડ્યા પછી પાછો શુભ પરિણામવંત બને છે તે શુભાશય જીવ પણ ઉક્ત સમક્તિને પામી શકે છે.
એ રીતે ઔષધ વિશેષ સમાન પ્રાપ્ત થયેલા ઉપશમ સમ્યકત્વવડે મદન કેદ્રવ સમાન મિથ્યાત્વ મોહનીય ધાતું છતું ત્રણ પ્રકારનું થાય છે—૧ શુદ્ધ, ૨ અર્ધવિશુદ્ધ અને ૩ અવિશુદ્ધ. ઉક્ત શુદ્ધાદિક પુજે અનુક્રમે તવશ્રદ્ધાન, ઉદાસીનતા અને વિપરીત શ્રદ્ધા ઉપજાવવાથી ૧ સમ્યકત્વ, ૨ મિશ્ર અને ૩ મિથ્યાત્વરૂપ કહેવાય છે. જ્યારે શુદ્ધ પુજને ઉદય થાય ત્યારે ક્ષાપશમિક સમકિત કહેવાય છે, કેમકે તેમાં ઉદયાગત મિથ્યાત્વને (સમકિત મોહનરૂપે વિપાકોદયવડે વેદીને) ક્ષય કરાય છે અને જે સત્તાગત (મિથ્યાત્વ) છે તેને ઉપશાન્ત કરાય છે. ક્ષાપશમિક સમિતિમાં મિથ્યાત્વનો વિપાકથી અનુભવ ન હોય, પ્રદેશથી ઉદય તે હોય; જ્યારે ઉપશમાં સમકિતમાં કોઈ પણ રીતે મિથ્યાત્વને ઉદય ન જ હોય. ક્ષાયક સમકિત તો અનંતાનુબંધી કષાયની ચેકડી અને દર્શનમોહનીય ત્રિકનો ક્ષય થયે છતે જ પ્રગટે છે.