________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૧૩ ] ક્ષાયિક સમકિતની પ્રથમ પ્રાપ્તિ કરનારા સંખ્યાતા વર્ષના આઉખાવાળા મનુષ્ય જ જાણવા; અને એ ત્રણે પ્રકારનાં સમકિત વૈમાનિક દેવમાં, પ્રથમની ત્રણ નરકમાં સંખ્યાતઅસંખ્યાત વર્ષાયુ મનુષ્યોમાં અને અસંખ્યાત વર્ષાયુ તિર્ય. ચમાં હોઈ શકે છે. બાકીના દેવોમાં, નારકોમાં અને સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિ તિયામાં પથમિક અને ક્ષાયાપશમિક એ બે સમકિત હોઈ શકે છે. એક, બે, ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળાને તેમજ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને ઉક્ત ત્રણે સમકિતમાંથી એક પણ પ્રકારનું સમકિત લાભતું નથી. એ રીતે સમ્યગુજ્ઞાનદશનપ્રરૂપણ નામા સમયસારને આઠમે અધ્યાય થયો. સમ્યક ચારિત્રપ્રરૂપણ નામનો નવમે અધ્યાય
સદોષ વ્યાપારથી વિરમવું તેને સમ્યક્યારિત્ર કહ્યું છે. ૧ સર્વથી અને ૨ દેશથી એમ તે બે પ્રકારનું છે. તેમાં સર્વથી ભરત, અરવત ક્ષેત્રમાં પહેલા છેલ્લા તીર્થકરોના શાસનમાં પાંચ મહાવ્રતરૂપ છે, અને મધ્યના ૨૨ તીર્થકરોના તેમજ મહાવિદેહ ક્ષેત્રવત તીર્થકરોના શાસનમાં પરિગ્રહનો ત્યાગ કર્યો છતે મૈથુનને ત્યાગ થઈ ચક એ બુદ્ધિથી ચાર મહાવ્રતરૂપ છે. તે ચારિત્ર-ધર્મની, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ માતારૂપ છે કેમકે એ “પ્રવચન માતા” થકી ચારિત્રધર્મની ઉત્પત્તિ, પાલન અને વિશુદ્ધિ થવા પામે છે. ૧ સામાયિક, ૨ છેદોપસ્થાપનીય, ૩ પરિહારવિશુદ્ધિ, ૪ સૂમસં૫રાય અને ૫ ચથાખ્યાત એ પાંચ પ્રકારના ચારિત્ર જાણવા. બીજા અને ત્રીજા પ્રકારના ચારિત્ર ભરત, એરવત ક્ષેત્રમાં પહેલા છેલ્લા