________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૧૧] સુખ સિદ્ધ ભગવાનના સુખના અનંતમા ભાગે આવતાં નથી. (સિદ્ધ ભગવાનનું સુખ અનંત છે-વચન અનેચર છે.) સતપદપ્રરૂપણાદિક નવ અનુગદ્વારેવડે તે સિદ્ધોની વ્યાખ્યા કરવી. સમ્યમ્ જ્ઞાન દર્શન પ્રરૂપણનામા અષ્ટમ અધ્યાય.
બંધતત્વમાં સમાવેશિત કરેલાં પુન્ય અને પાપને જુદાં ગણીએ તો ઉક્ત સાત તને બદલે નવ તો પણ કહેવાય છે. સંક્ષેપે કે વિસ્તારે તે તને અવબોધ થવો તે સમ્યગૂજ્ઞાન કહેવાય છે. તે જ્ઞાન આભિનિબંધિક (મતિ), શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ ભેદે કરીને પાંચ પ્રકારનું જાણવું. તે સર્વ તત્ત્વોની શ્રદ્ધા–પ્રતીતિ તે સમ્યગ્દર્શન-સમ્યગુજ્ઞાનની ઉત્પત્તિના કારણરૂપ છે. તે સમ્યગદર્શન કેઈક જીવને ગુરુઉપદેશાદિક વગર જ કર્મના ઉપશમાદિકવડે સ્વભાવે જ ઉપજે છે અને કોઈક જીવને કર્મ ઉપશમાદિ સભાવે ગુરુ-ઉપદેશ અથવા જિનપ્રતિમાદર્શનાદિ બાહ્ય આલંબનની પ્રાપ્તિવડે ઉપજે છે. તે સમ્યગદર્શનના ત્રણ ભેદ કહ્યા છે–૧ ઔપશમિક, ૨ ક્ષાપશમિક અને ૩ ક્ષાયિક. તેમાં પથમિક સમકિત, ઉપશમશ્રેણીએ ચઢતાં અનંતાનુબંધી કષાયે અને સમતિમોહની, મિશ્રમેહની તથા મિથ્યાત્વમેહની એ ત્રણ દર્શનમોહનીય ઉપશાન્ત થયે છતે ઉપજે છે. અથવા જે અનાદિ મિથ્યાષ્ટિ જીવ અધ્યવસાયવિશેષરૂપ યથાપ્રવૃત્તિકરણ વડે આયુવર્જિત શેષ સાતે કર્મની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન એક કેડાર્કોડ સાગરોપમ પ્રમાણ કરીને, અપૂર્વકરણ વડે દુર્ભેદ્ય રાગાદિજનિત ગ્રંથીને ભેદી નાંખી, અનિવૃત્તિકરણ વડે અંતમુહૂર્ત કાળપ્રમાણુ–જેમાં મિથ્યાત્વ મેહનીયનાં દળીયા વેદવાના