________________
[ ૩૧૯ ]
શ્રી કરવિજયજી બાધ-મોક્ષ) સુખના અભિલાષી-આકાંક્ષાવાળા મહાનુભાવોએ આ રત્નત્રયીની આરાધના કરવાને જ (ખાસ) ઉદ્યમ કર. એ જ સાચો અર્થ–પરમાર્થ છે.
ઉપસંહાર, શ્રી તીર્થકર મહારાજના પ્રવચનમાં જે કુશળતા તે જ્ઞાન કહેવાય છે, અને તેમાં જ જે અતિ નિર્મળ રૂચિ તે શ્રદ્ધાસમકિત કહેવાય છે, તેમજ સદેષ( પાપ )વ્યાપારથી જે વિરમવું તે ચારિત્ર કહેવાય છે. હે ભવ્યજનો ! મોક્ષફળદાયક આ રત્નત્રયીને તમે સહુ ગ્રહણ કરો!
સ્વપરઉપકારને માટે સંગ્રહિત કરેલ આ સમાચાર( પ્રવચનરહસ્ય)ને જે મહાશય જાણે-સહે (માને છે અને પાળે તેને યથાર્થ આદર કરે તે મહાનુભાવને મોક્ષપ્રાપ્તિ સુલભ જાણવી.
મેરુ અને ચંદ્રની જેમ લોકોને હિતકારી (સમૃદ્ધિ અને શીતળતા આપનારા), અને દેવતાઓને ઉલ્લાસ તથા ઉન્નતિ. દાયક પર્વ-કમળની જેવી કાતિવાળા શ્રી જિનેશ્વર પ્રભુનાં ચરણ સદાય ( ભવ્યજનને ) મોક્ષસુખ અ! વ્યંગમાં ગ્રંથકારે દેવચંદ્ર (દેવાનંદ–સ્વશિષ્યની ઉન્નતિ કરનાર) એવું સ્વનામ પણ પ્રદર્શિત કર્યું. છેલ્લી ગાથામાં અંતિમ મંગલાચરણરૂપે ગ્રંથકારે બહુ સારું રહસ્ય બતાવ્યું છે તે વિસ્તારરૂચિ જનેએ ટીકા ઉપરથી અવધારવું. શિવમસ્તુ સર્વજ્ઞાતા
એ રીતે આરાધના વિરાધનાફળનિરૂપણ નામ સમયસારને દશમો અધ્યાય પૂર્ણ થયે અને સમયસાર ગ્રંથ પણ પૂર્ણ થયે.
આ ગ્રંથ શ્રી દેવાનંદસૂરિએ માગધી ગદ્યબંધ રચેલે છે. તેના પર તેમણે પોતે જ સંસ્કૃત ટીકા રચી છે. (સંવત ૧૪૬૯)
[ જે. ધ. પ્ર. પુ. ૩૨, પૃ. ૧૧, ૩૪૪, ૩૭૭]