________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૦૯ ] પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત એ રીતે પણ ચાર પ્રકારને બંધ શાસ્ત્રમાં કહેલો છે. ઈતિ બંધવિચાર. હવે સંવરતત્ત્વ નિરૂપણનામા પંચમ અધ્યાય કહે છે.
આશ્રનો નિરોધ કરે તે સંવર કહ્યો છે. સમિતિ, ગુપ્તિ, પરીસહ, યતિધર્મ, ભાવનાઓ અને ચારિત્રવડે કર્મપુદ્ગલ ગ્રહણ કરવાનો નિરાધ (અટકાવ) થવાથી તે સંવર સત્તાવન પ્રકારને થાય છે. તેમાં ઈર્યાદિક સમિતિ પાંચ મન, વચન, કાયાના યેગ( વ્યાપાર )નિગ્રહરૂપ ગુપ્તિએ ત્રણ સુધાદિક પરીસહ બાવીશ; ક્ષમા પ્રમુખ યતિધર્મ દશવિધ અનિત્યાદિક ભાવનાઓ બાર અને સામાયિકાદિ ચારિત્ર પાંચ. હવે નિર્જરાતત્ત્વ નિરૂપણનામા છો અધ્યાય કહે છે.
ભેગવાઈ ગયેલા કર્મ પુદ્ગલોનું પરિશાટન થવું (ખરી જવું ) તે નિર્જરા કહેવાય છે. તે બે પ્રકારની: ૧ સકામ, ૨ અકામ ભેદે કરીને જાણવી. તેમાં અકામક નિર્જરા સર્વ જીવોને હાય, તે આ રીતે-એકેદ્રિયાદિક તિર્યંચે યથાસંભવ છેદનભેદન, શીત, તાપ, વષજળ, અગ્નિ, ક્ષુધા, તૃષા, ચાબુક અને અંકુશાદિવડે; નારકી (નરકના ) જીવે ત્રણ પ્રકારની વેદનાવડે;
એક છૂટી સોયે, સૂત્રથી બાંધેલી સે, લોઢાના બંધનથી બાંધેલી સોયો અને હથોડે ટીપી નાંખેલી યોની માફક.
૧ ઈર્યા–ગમનાગમન, ભાષા, એષણું, આદાનનિક્ષેપ અને મળોત્સર્ગ પ્રસંગે ઉપયોગ સહિત પ્રવર્તન. ૨ અસત દેગને નિગ્રહ અને સત (કુશળ ) યોગનું ઉદીરણ. ૩ સામાયિક, છેદપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસં૫રાય અને યથાખ્યાત. ૪ અકામ-ઈચછા વગર કષ્ટાદિ સહન કરતાં. ૫ નરકક્ષેત્રજન્ય, અન્ય ઉદીરિત અને પરમાધામીકૃત.