________________
[ ૩૦૮ ].
શ્રી કરવિજયજી રણરૂપ ૧૭ પ્રકૃતિઓ ૧-૨-૩-૪ સ્થાનિક રસવાળી અને બાકીની શુભ તેમજ અશુભ પ્રવૃતિઓ ૨-૩-૪ સ્થાનિક રસવાળી કહી છે.
સંકલેશ( મલિન અધ્યવસાય)વડે અશુભ પ્રકૃતિઓને તીવ્ર( આકર) રસ થાય છે અને અધ્યવસાયની શુદ્ધિ થતાં મંદ રસ થાય છે. શુભ પ્રકૃતિએને તો અધ્યવસાયની શુદ્ધિવડે તીવ્ર રસ થાય છે અને અધ્યવસાયની મલિનતા થતાં તે રસ મંદ પડી જાય છે.
પ્રદેશબંધ તે કર્મવર્ગણાનાં દળીયા(મેળવવા)રૂપ સમજો.
આ પારાવાર સંસારમાં ભમતાં જીવ પિતાના સર્વ (કા. કાશપ્રમાણુ અસંખ્ય) પ્રદેશવડે, અભખ્યોથી અનંતગુણા (અને સિદ્ધથી અનંતમા ભાગના) કર્મવર્ગણાના સકંધ પ્રતિસમય ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તેમાંથી થોડાં દળીયાં આયુકમને, તેથી વિશેષાધિક અને પરસ્પર તુલ્ય દળીયાં નામ અને નેત્રકમને, તેથી વિશેષાધિક અને પરસ્પર તુય દળીયાં જ્ઞાનાવરણ, દશ નાવરણ અને અંતરાય કમને, તેથી વિશેષાધિક મહનીય કર્મને અને તેથી વિશેષાધિક વેદનીય કર્મને વહેંચી આપી નિજ આત્મપ્રદેશમાં ક્ષીર–નીરની પેરે અથવા લોહ-અગ્નિની પેરે તે કર્મવર્ગણાના કંધે સાથે મળી જાય છે.
કર્માદળીયાની આ આઠ ભાગની કલ્પના અષ્ટવિધ કર્મબંધક આશ્રી સમજવી. સાત, છે અને એકવિધ બંધકને વિષે તેટલા જ ભાગની કલ્પના કરવી. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધના હેતુ (મન, વચન અને કાયાના) ગ જાણવા. સ્થિતિબંધ અને રસબંધના હેતુ ક્રોધાદિક કષાયે જાણવા. તેમજ વળી