________________
[ ૨૯૮ ]
શ્રી કપૂરવિજયજી
સાત ગુણુસ્થાનકના સ્થિતિકાળ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણવા. ઉપર કહેલા સ્થિતિકાળ ઉત્કૃષ્ટથી સમજવા, જઘન્યથી તે સાસ્વાદન અને પ્રમત્તાદિક છ ગુણસ્થાનકાને સ્થિતિકાળ એક સમયના જ જાણવા. અયાગી કેવળીને અજઘન્ય અને અનુષ્કૃષ્ટ સ્થિતિકાળ પૂર્વોક્ત પાંચ હસ્વ સ્વર ઉચ્ચારપ્રમાણુ જ સમજવેા, અને બાકીના છ ગુરુસ્થાનકા મિથ્યાત્વ, મિશ્ર, અવિરત, દેશવિરત ક્ષીણમેહ અને સયેાગી કેવળીને જઘન્ય સ્થિતિકાળ અંતર્મુહૂત પ્રમાણુ જાણવા.
અજીવ તત્ત્વ નિરૂપણનામા દ્વિતીય અધ્યાય.
તીર્થંકર દેવે અજીવ પાંચ પ્રકારના કહ્યા છે, તે આ રીતે— ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ પુદ્ગલાસ્તિકાય અને ૫ કાળ. એ પાંચેને જીવાસ્તિકાય સાથે જોડતાં છ દ્રવ્યેા કહેવાય છે.
કાળ સિવાયના પાંચ દ્રવ્યેા ઘણા પ્રદેશવાળા હાવાથી અસ્તિકાય કહેવાય છે. પુદ્ગલ સિવાયના પાંચ દ્રવ્યેા અરૂપી છે. જીવ સિવાયના પાંચ દ્રવ્યે અચેતન, જડ અને અકર્તા છે. તે છએ દ્રવ્ય મધ્યે ગતિ-પરિણામ પામેલા જીવ અને પુદ્ગલાને ગતિસહાયક ધર્માસ્તિકાય છે. સ્થિતિપરિણામ પામેલા જીવ પુદ્ગલાને સ્થિતિસહાયક અધર્માસ્તિકાય છે. સ્થાન-અવકાશ આપનાર આકાશ છે. વૃદ્ધિ હાનિ પામનારા પુદ્ગલેા છે તે પુદ્દગલા સ્પ, રસ, ગધ, વર્ણ, શબ્દ, બંધ, ભેદ, સંસ્થાન, અંધકાર, આતપ, ઉદ્યોત, છાયા, સૂક્ષ્મતા અને સ્થૂલતારૂપ હાતા સતા કર્મ, શરીર, મન, ભાષા, શ્વાસેાશ્વાસ, સુખ, દુ:ખ અને જીવિત મરણ પ્રસંગે જીવને ઉપકારક હેતુ જાણવા.