________________
[૨૬]
શ્રી કરવિજયજી હવે પર્યાપ્ત બેઈન્દ્રિયાદિકની ભાવસ્થિતિ કહે છે.
બેઈન્દ્રિયની બાર વર્ષની ત્રીન્દ્રિયની ૪૯ દિવસની ચઉરિન્દ્રિયની છ માસની અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જળચરની પૂર્વકોડીની, સ્થલચરની ૮૪ હજાર વર્ષની, બેચરની ૭૨ હજાર વર્ષની, સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચ જળચર, થલચર અને ખેચરની અનુક્રમે પૂર્વકોડ, ત્રણ પાપમ અને પાપમના અસંખ્યાતમાં ભાગની; ગર્ભજ મનુષ્યની ત્રણ પોપમની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ જાણવી અને જઘન્ય ભવસ્થિતિ સર્વેની અંતર્મુહૂર્તની (પર્યાપ્તઆથી) જાણવી. સર્વે અપર્યાપ્ત જીવોની તે ઉત્કૃષ્ટ પણ અંતમુહર્તની સમજવી. સર્વ સૂક્ષમ નિદની તેમજ બાદર પર્યાપ્ત નિગદની પણ તેટલી જ જાણવી. દેવ, નારકીની ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની અને જઘન્ય ૧૦ હજાર વર્ષની ભવસ્થિતિ સમજવી.
અવગાહના યા દેહમાન. પ્રત્યેક વનસ્પતિ સિવાય સર્વે એકેન્દ્રિયની અવગાહના આંગળાના અસંખ્યાતમા ભાગની હોય છે અને પ્રત્યેક વનસ્પતિની ઉત્કૃષ્ટ અવગાહના સાધિક એક હજાર જોજનની હોય છે. બેઈન્દ્રિયની બાર જે જનની, ત્રીન્દ્રિયની ત્રણ કેસની, ચઉરિન્દ્રિયની ચાર કોસની, અસંજ્ઞી અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની એક હજાર જેજનની અને સંજ્ઞી મનુષ્યની ત્રણ કોસની. આ સર્વ ઉત્કૃષ્ટ અવગાહના પર્યાપ્તા આશ્રી સમજવી.
પર્યાપ્તાની જઘન્ય અવગાહના અને અપર્યાપ્તાની જઘન્ય ઉત્કૃષ્ટ બંને પ્રકારની અવગાહના આગળના અસંખ્યાતમાં ભાગની જાણવી.
દેવતાની સ્વાભાવિક ઉત્કૃષ્ટ અવગાહના સાત હાથની અને