________________
[ ૨૭૮ ]
શ્રી કરવિજયજી ધારી મુનિરાજ જ જાળભરી ખટપટથી ન્યારા થઈ રહે છે, જેના અંતરમાં વિવેક જ્યોતિ જાગી હોય તેને લોકદેખાવ કરવાની જરૂર જ શી હોય ? જે મહાનુભાવે વિષય-કષાયને વશ કરી લીધા છે એવા ઉત્તમ લક્ષથી જ ભાવપૂર્વક દ્રવ્ય કેશન લેચ કરી, જગતપ્રપંચથી જે નિરાળા રહે છે તેમના સર્વ કાર્ય સિદ્ધ થાય છે.
૩૧. જેમ લેહમાં રગેલાઅરડેલા મલિન વસ્ત્રને ફરી લેહીથી ધેયા કરે તો પણ તે કદાપિ ઉજવળ થશે જ નહીં તેમ હિંસા યુક્ત પાપકરણીવડે પાપને દૂર કરવા ચાહે તે અવળી મતિને ધારનાર મહામિથ્યાત્વી-વિપરીત વાસનાવાળા જાણવા. નિર્મલ નીરમાં મલિન વસ્ત્રને ધતાં તે શુદ્ધ નિર્મ થવા પામે છે, એવી રીતે શુદ્ધ સાત્વિક વાસ્તવિક દયાથી પિતાના આત્માને વાસિત કરનાર મહાશય સિદ્ધ સમાન સિદ્ધ સ્વરૂપને પામી જાય છે,
૩ર કઈ એક દાની રાજા-ચક્રવર્તી કંચનના મેરુ સમાજ ઢગલાનું અને સારી પૃથ્વીનું દાન દે, જ્યારે બીજે કઈ દયાળુ આત્મા એકાદ જીવની પ્રાણુરક્ષા કરે તેના ફળ-પરિમાણ આશ્રી ઉપરોક્ત સુવર્ણદાન અને પૃથ્વીદાન કરતાં પુરાણમાં
જીવિતદાનને અધિક લખાયું છે. એ રીતે હૃદયમાં વિવેકથી વિચારી લેતાં ખરા વાસ્તવિક અભયદાનમાં મારું મન લેભાગું છે. દયા–દાન સંબંધી સાચે ભેદ-પરમાર્થ સમજી અન્ય ખપી જીને સમજાવવાથી તેનું યથાર્થ મહત્વ તેમના લક્ષમાં આવી શકે. સદ્ગુરુના પસાયે અમને એને પરમાર્થ ઠીકઠીક સમજાવે છે.