________________
શ્રી સમયસાર પ્રકરણ-ભાષા અનુવાદ. ( સરહસ્ય ) ગ્રંથપ્રવેશ યા પીઠિકા,
૧ ચાર વર્ગ-ધર્મ, અર્થ, કામ અને મેાક્ષમાં સર્વજ્ઞ ભગવાન મેાક્ષને જ ઉત્તમ કહે છે; કેમકે મેક્ષ સિવાયના ત્રણ વર્ગોમાં એકાન્તિક ( અક્ષય-અવિનાશી અને અબાધિત ) સુખ નિશ્ચે તેમણે જોયું નથી.
૨ દાનાદિક ધર્મ થકી સાનાની એડી સમાન પુન્ય ઉપાન કરીને સુખાભાસ( કલ્પિત સુખ )વડે માતેલા જીવા જેન સંસારમાં ભટકે છે.
૩ પૈસા મેળવવા, સાચવવા અને ખાવાથકી પ્રગટ વધખધનાદિક દુ:ખ પામતા જીવા ખરેખર નજરે પડે છે.
૪ લેશ માત્ર સુખનેા ભાસ આપી પરિણામે શૈાચ ( શેક )ઉપજાવનાર અને કામ–ભાગને કાણુ પ્રશસે ?
(વિનાદ પમાડી ) દુર્ગતિદાયક એવા
૫ તેથી અનંત ( અવધિ રહિત ) સુખપૂર્ણ, સમસ્ત દુ:ખ· પરંપરા રહિત અને જન્મ, જરા, મરણુથી મુક્ત એવા મેક્ષ( ૧ )ને જ સમયજ્ઞ ( શાસ્ત્રકારા )પ્રશસે છે.
૬ તેવા મેાક્ષ તેા સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રને સંપૂર્ણ સેવી ( આરાધી ), સકળ કર્યું-મળનેા ક્ષય કરીને મહાશયેા મેળવી શકે છે.
તે સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં પ્રથમ જ્ઞાનસ્વરૂપ કહે છે.