________________
લેખ સંગ્રહ : ૮ :
[ ર૯૧ ] સર્વજ્ઞકથિત યથાસ્થિત તત્વ(વસ્તસ્વરૂપ)ને જે અવબોધ છે તેને સમ્યગ (યથાર્થ ) જ્ઞાન કહેવામાં આવે છે.
તત્વ પદાર્થો તીર્થકર દેવોએ સાત કહેલા છે, તે આ રીતે –જીવ, અજીવ, આશ્રવ ૩ બંધ, સંવર, નિજરે અને મોક્ષ.
જીવતત્ત્વ નિરૂપણ નામા પ્રથમ અધ્યાયઃ તેમાં જીવ બે પ્રકારના છે. ૧ સિદ્ધ અને ૨ સંસારી.
૧ સુખ દુ:ખ ઉપગ લક્ષણવંત છવ. ૨ તેથી વિપરીત લક્ષણવંત અજવ. ૩ જે વડે કર્મ આવે તે શુભાશુભ કર્મ ઉપાદાન હતુક હિસા; અસત્યાદિક આશ્રવ. ૪ જીવ કર્મને અત્યંત સંબંધ તે બંધ. ૫ સમિતિ ગુપ્તિવડે આશ્રવનિરાધ તે સંવર. ૬ સ્થિતિ પરિપાકથી કે તપથકી કર્મોનું અંશાતઃ ખપવું તે નિરા. ૭ સકળ કર્મ ક્ષયથકી સ્વ આત્મામાં અવસ્થાન તે મોક્ષ. ( ટીકા ઉપરથી.)
+ કૃતકૃત્ય થયેલા અથવા અપુનર્ણાવે કાચ પદ પામેલા અથવા બાંધેલા આઠે કર્મનો સર્વથા ક્ષય જેમણે કરેલું છે તે સિદ્ધ-પરમાત્મા કહેવાય છે.
૧ ચતુવિધ શ્રમણ સંધ ઉત્પન્ન થયે છતે જે સિદ્ધ થયા તે તીર્થસિદ્ધ અને
૨ તેના અભાવે સુવિધિનાથ પ્રમુખ તીર્થકરોના આંતરે ધર્મ વ્યવચ્છેદ થયે જાતિસ્મરણ દિવડે જેમને મોક્ષમાર્ગ પ્રાપ્ત થયે તે અતીર્થસિદ્ધ.
૩ તીર્થકર પદવી પામીને સિદ્ધ થયા તે તીર્થંકરસિદ્ધ અને
૪ તે પદવી પામ્યા વગર સામાન્ય કેવળી થઈને મોક્ષપદ પામ્યા તે અતીર્થકર સિદ્ધ.
૫ ગુરુના ઉપદેશ વગર સ્વયં બંધ પામીને સિદ્ધ થયા તે સ્વયંબુદ્ધ સિદ્ધ.