________________
[ ૨૯૨ ]
શ્રી કરવિજયજી તેમાં સિદ્ધ અનંત જ્ઞાન, દર્શન, વિર્ય અને સુખ લક્ષણ એક સ્વભાવથી એક જ પ્રકારના છતાં છેલ્લા ભવરૂપ ઉપાધિભેદ(સંબંધ)થકી પંદર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે૧ તીર્થ સિદ્ધ, ૨ અતીર્થ સિદ્ધ, ૩ તીર્થકર સિદ્ધ, ૪ અતીર્થકર સિદ્ધ, ૫ સ્વયં બુદ્ધ સિદ્ધ, ૬ પ્રત્યેકબુદ્ધ સિદ્ધ, ૭ બુધબંધિત સિદ્ધ, ૮ સ્ત્રી લિંગ સિદ્ધ, ૯ પુરુષ લિંગ સિદ્ધ, ૧૦ નપુંસક લિંગ સિદ્ધ, ૧૧ સ્વલિંગ સિદ્ધ, ૧૨ અન્યલિંગ સિદ્ધ, ૧૩ ગૃહસ્થલિંગ સિદ્ધ, ૧૪ એક સિદ્ધ અને ૧૫ અનેક સિદ્ધ.
સંસારી છે તે એકવિધ, દ્વિવિધાદિક અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-સર્વે જીવોને સામાન્ય રીતે ઉપયોગ લક્ષણ હોવાથી તે એક પ્રકારના (લેખાય. ) બે પ્રકારનાત્રસ અને સ્થાવર અથવા સંધ્યવહારિક અને અસંવ્યવહારિક. તેમાં જેઓ અનાદિકાળથી સૂક્ષમ નિગોદમાં જ રહેલા છે, કદાપિ ત્રસાદિક ભાવને પામ્યા જ નથી તે અસંવ્ય
૬ એકાદ વસ્તુ-સંથારંગાદિક દેખી, બધ પામી સિદ્ધ થયા તે પ્રત્યેકબુદ્ધિ .
૭ આચાર્યાદિકના ઉપદેશથી બેધ પામી સિદ્ધિ પામ્યા તે બુહબધિતસિદ્ધ.
૮ ઉપરોક્ત પ્રત્યેકબુદ્ધ સિવાય જે કોઈ સ્ત્રીલિંગે સિદ્ધ થયા તે સ્ત્રીસિદ્ધ.
૯ જે કોઈ પુરુષ લિગે સિદ્ધ થયા તે પુરુષલિંગ સિદ્ધ.
૧૦ તીર્થકર અને પ્રત્યેક બુદ્ધ સિવાય જે કોઈ (કૃત્રિમ) નપું. સકલિગે સિદ્ધ થયા તે નપુંસકલિંગ સિદ્ધ.