________________
[ ૨૮૪]
શ્રી કષરવિજયજી ૫૬ મનની ગતિ અતિ દય-જહદી હાથમાં ન આવે એવી કઠણ છે, તેથી જ “મન જીત્યું તેણે સઘળું જીત્યું ' એમ ગવાય છે.
પ૭ સામાન્યત: સ્ત્રી જાતિમાં અધિક કપટ હોય છે તેથી જ તેનાથી ચેતતા રહેવું.
૫૮ નીચક્ષુદ્ર મનવાળા હોય તે પરનું અહિત-અનિષ્ટ ચિન્તવે છે.
૫૯ ઉત્તમ સ્વભાવવાળા હોય તે વિકથા નિવારી શુદ્ધ પ્રેમ ધારે છે.
૬૦ નિ:સ્પૃહી સાધુજનો ધનથી લેભાઈ જતા નથી-ધનવંતની શેહમાં તણાઈ જતા નથી. હર્ષ–શેકથી અલિપ્ત રહી તેઓ પરહિત કરી શકે છે.
૬૧ ક્રોધ-કષાય સમો કોઈ પ્રચંડ ( અત્યંત–આકર ) અગ્નિ નથી.
૬૨ માનઅહંકાર એ મદમત હસ્તી સમાન છે. ૬૩ માયા જગતમાં જીના સત્યને નષ્ટ કરનારી વિષવેલ છે.
૬૪ સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ લેભ સમુદ્ર અપાર ને અગાધ છે.
૬૫ નીચ સંગથી ડરતા રહી તેના દુષ્ટ ચેપથી બચવા દૂર જ રહેવું
૨૬ ઉત્તમ સંત-સાધુને સમાગમ સદાય ઈચ્છો ને કરે. ૬૭ ઉતમ સંગતિ વેગે આપણામાં સદગુણની વૃદ્ધિ થાય.