________________
[ ૭૪ ]
શ્રી વિજયજી રાખી, તેના પર પરમ પ્રેમ લગાડવું જોઈએ. ઉક્ત દેવ-ગુરુધર્મ તારા ઘટમાં સાવ નજીક છે તેને શોધવાને હવે બહાર
ક્યાં ભમે છે? અર્થાત્ બહારની દેડ તજી, ઉક્ત તવત્રયને નિજ ઘટમાં જ શોધ. એ તત્ત્વત્રયની એકતા વિચારી, તત્વને જાણ હોય તે ભિન્નતા ન ધારે પણ શુદ્ધ તિરૂપ થઈ શુદ્ધ જાતિમાં સમાઈ રહે.
૨૦ દયા–સેવા જેવી જગતમાં બીજી કોઈ ઊંચી સાધના નથી એમ જાણને સંતપુરુષે દયા-અહિંસાને જ પ્રધાન પદ આપી પોતે તેવી આચરણ કરે છે. જીવદયાને હેતે શ્રી જિન. રાજ દેવ સઘળા રાજ-સમાજને તજી પાંચ મહાવ્રતને ધારણ કરે છે, તથા પ્રબળ ને પ્રચંડ એવા ઘર ઉપસર્ગો ને પરીષહરૂપી ચોરને ત્રાસ ભલી ભાતે અદીનપણે સહન કરે છે, એમ સ્વશકિત સંભાળી, પુરુષાતન ફેરવી, મોહ-મમતા બંધનને જે છેદે છે તે પરમ પુરુષાર્થ વેગે શિવરમણ વરે છેમોક્ષગતિ પામે છે. એમ ચિદાનંદજી મહારાજ નિજ આત્માને સંબોધતા છતાં શુદ્ધ દયાને નિષ્કર્ષ બતાવે છે.
૨૧ કોઈ જીવને પિતાથી ભય-વાસ પેદા ન જ થાય એવું જે શ્રેષ્ઠ અભયદાન જિનેશ્વર દેવે વખાણ્યું છે તે સંબંધી શુદ્ધ સમજ મુનિરાજની પાસે પામીએ. જે મહાનુભાવ મુનિપદને ધારણ કરે-પાંચ મહાવ્રત આદરે તે અહિંસામૂળ ત તે વ્રતોનું સ્વરૂપ નિશ્ચયથી ને વ્યવહારથી (દ્રવ્યથી ને ભાવથી) સંભારે, અને તે પ્રમાણે પ્રમાદ રહિત આપોઆપ આચરણ કરે. તેવા મુનિરાજને શાસ્ત્રસિદ્ધાન્તમાં કરુણાસાગરની ઉપમા આપેલી છે. તેવા કરુણાસાગર મુનિરાજનાં ચરણકમળ દેવેદ્રો પણ પૂજે છે, આનંદના નંદરૂપ એવા મુનિજનોના ચરણનું