________________
લેખ સંગ્રહ : ૮ :
[ ર૭૫ ] સદાય આળસ તજી ગુણ-ચિત્તવન કરવું. તેવા મુનિજનોના સદ્ગુણોનું ચિન્તવન કરી, ઉત્તમ વિવેક આદરવાથી આપણે આત્મા શુદ્ધ સ્વરૂપને પામે એમ ચિદાનંદજી કહે છે.
૨૨ મુખથી દયા દયા ભાખે પણ એને સાર-વિવેક હૃદયમાં ધારે નહીં તેવા માણસને પ્રગટ પશુ સમાન કહ્યો છે.
જ્યાં સુધી જીવ એવો વિવેક ન પામે ત્યાં સુધી આત્મહિત સાધી ન શકે, કેમકે ઉક્ત દયારૂપ ધર્મ સાર-વિવેકમાં જ રહ્યો છે. જેના હૃદયમાં એ વિવેક જાગ્યો છે તેને જ અતિશય જ્ઞાની જાણવો. તેને જ ઉક્ત સુતવત્રયીનું રહસ્ય સાચેસાચું સમજાયું છે. શુદ્ધ અહિંસાદિક તત્ત્વનું સ્વરૂપ પોતે સમજ્યા વગર ખોટી ખેંચતાણ કરે છે તે મહામેરૂપ મહાનદીમાં તણાઈને ભારે દુઃખી થાય છે.
૨૩. વેદીયા ઢોર જેવા મૂઢમતિને ચિદાનંદજી મહારાજ ઉપદેશ છે કે–ભાઈ ! તું વેદ શબ્દરૂપે ભર્યો પણ તેને મર્મ તેં જાયે નથી. વેદમાં જ અહિંસારૂપ પરમ ધર્મ વખા છે. ઉક્ત અહિંસારૂપ ધર્મનું લક્ષણ ભાગવતમાં બતાવ્યું છે. તેમાં જે મંત્ર-જાપ બતાવ્યું છે તેને પરમાર્થ સમ યા વગર, પશુઘાત કરવાને તેં દઢ આગ્રહ ધાર્યો છે. અહિંસાદિક શુદ્ધ સ્વરૂપ સમજ્યા વગર જે ખેટો આગ્રહ-કદાગ્રહ ધારે છે તે મહામોહરૂપ નદીઓના નીચ પ્રવાહમાં તણાઈ દુઃખી થાય છે. આવો કદાગ્રહ તજી શુદ્ધ વસ્તુતત્ત્વ સમજી તેને સાર્થક કરવાનું કહે છે.
૨૪. આર્ય ક્ષેત્ર ને ઉત્તમ કુળ, સંત-સુગુરુને સમાગમ, દી–લાંબું આયુષ્ય, નીરોગી અવરથાનું સુખ, વિશાળ સદ્ધિ